કેરળમાં 105 વર્ષના માજીએ ચોથા ધોરણની પરીક્ષા આપી રેકોર્ડ સર્જયો

21 November 2019 11:24 AM
Education Off-beat Woman
  • કેરળમાં 105 વર્ષના માજીએ ચોથા ધોરણની પરીક્ષા આપી રેકોર્ડ સર્જયો

ભણવાની ધગશને ઉંમર સાથે કશો સંબંધ નથી એવું કેરળની એક અતિવયસ્ક મહિલાએ પુરવાર કર્યુ હતું. 105 વર્ષનાં મહિલા ભગીરથી અમ્માએ તાજેતરમાં ચોથા ધોરણની પરીક્ષા આપીને આશ્ર્ચર્ય જન્માવ્યું છે. આટલી મોટી વયે પ્રાથમિક શાળાની પરીક્ષા આપનારી આ કદાચ વિશ્ર્વની પહેલી મહિલા હશે. માત્ર આઠ વર્ષની વયે માતા-પિતા ગુમાવતાં નાના ભાઇ-બહેનોની જવાબદારી આવી પડી હતી. આટલું ઓછું હોય એમ કાચી વયે લગ્ન થઇ ગયા હતા અને છ બાળકોની માતા બની ગઇ હતી. પતિનું અકાળે અવસાન થતાં છ બાળકોને મોટા કરવાની જવાબદારી ફરી આવી પડી હતી એટલે ભણવાની ઉત્કટ ઇચ્છા હોવા છતાં ભાગીરથી ભણી શકયાં નહોતા. હવે 105 વર્ષની વયે ફરી ભણવાની લગ્ન લાગતાં મંગળવારે તેમણે કોલ્લમમાં ચોથા ધોરણની પરીક્ષા આપી હતી. તેમની વય જોતાં સમાજના પ્રતિષ્ઠિત લોકોએ તેમને પ્રશ્ર્નપત્ર અને ઉત્તર પત્રિકા આપીને તેમની ભણવાની લગનને બિરદાવી હતી.


Loading...
Advertisement