કેબિનેટનો મોટો નિર્ણય, સરકારી કંપની BPCLમાં ડિસઇન્વેસ્ટમેન્ટને આપી મંજૂરી

21 November 2019 09:13 AM
Business Gujarat India Saurashtra
  • કેબિનેટનો મોટો નિર્ણય, સરકારી કંપની BPCLમાં ડિસઇન્વેસ્ટમેન્ટને આપી મંજૂરી

પાંચ સરકારી સાહસોમાં સરકારના વ્યુહાત્મક હિસ્સાના વેચાણનો નિર્ણય : બીપીસીએલ સહિતના સાહસોમાં હિસ્સો વેચતા સરકારનો 85000 કરોડ મળશે : ખાનગીકરણની દિશામાં મહત્વનું ડગ ભર્યા પછી શ્રમ કાયદા હળવા, લચીલા કરવા તૈયારી

નવી દિલ્હી તા.21
મોબાઈલ ઓપરેટરો દ્વારા સ્પેકટ્રમની બાકી રહેલી રકમની ચૂકવણીમાં સરકારે બે વર્ષની રાહત આપતા ભીંસમાં મુકાયેલા ટેલીકોમ ઉદ્યોગને રૂા.42000 કરોડની લાઈફલાઈન મળી છે.

જો કે 24 ઓકટોબરે સુપ્રીમ કોર્ટે આપેલા ચૂકાદાથી ઉભી થતી રૂા.1.41 લાખ કરોડની એડજસ્ટેડ ગ્રોસ રેવન્યુ (એજીઆર) માંગમાં સરકારે કોઈ રાહત આપી નથી. આવા પ્રકારની રાહત સર્વોચ્ચ અદાલત આપી શકે છે. ટેલીકોમ કંપનીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદા સામે રિવ્યુ પીટીશન કરવાની તૈયારી કરી રહી છે. કોર્ટને તે ખાતરી કરાવી શકો તો તેમને ત્રણ મહિનાના ગાળામાં ચૂકવણી કરવાના આદેશમાં છૂટછાટ મળી શકે છે.

સ્પેકટ્રમ પેમેન્ટ રાહતનો એરટેલને રૂા.11,746 કરોડનો 8 વોડાફોન આઈડીયાને રૂા.23920 કરોડનો અને રિલાયન્સ જીયોને રૂા.6670 કરોડનો ફાયદો મળશે.
દરમિયાન, કેન્દ્રીય કેબીનેટે ગઈકાલે ખાનગીકરણનું એક હિંમતભર્યુ પગલું લઈ ફયુલ રિટેલર બીપીસીએલ અને શિપિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા, વીજ કંપનીઓ ડીએચડીસીઆઈએસ અને એનઈઈપીસીઓ તથા લોજીસ્ટીક કંપની કોનકોટ સહિત પાંચ જાહેર સાહસોમાં વ્યુહાત્મક હિસ્સાના વેચાણને મંજુરી આપી હતી.
આ પગલાથી ત્રણ લિસ્ટેડ કંપનીના હિસ્સાના વેચાણમાંથી સરકારને રૂા.85000 કરોડ મળશે.

કેબીનેટ કમીટી ઓન ઈકોનોમીક અફેર્સ (સીસીઈએ) એ પસંદગીના જાહેર એકમોમાં સરકારી હિસ્સો 51% સુધી ઘટાડવા પણ સૈદ્ધાંતિક મંજુરી આપી હતી. મેનેજમેન્ટ કંટ્રોલ રાખી સરકારના શેરહોલ્ડીંગ અને સરકારી અંકુશની સંસ્થાના શેરહોલ્ડીંગને ધ્યાનમાં રાખી દરેક કેસના આધારે નિર્ણય લેવાતા આવા ઘટાડા પછી પણ સરકારી અંકુશ યથાવત રહેશે.

દરમિયાન, ઈન્ડસ્ટ્રીયલ રિલેશન્સ કોડ બિલ મારફત શ્રમ કાયદા હળવા કરવા સરકારે સંકેત આપ્યો છે. 100 થી વધુ મજૂરો ધરાવતી કંપનીઓને છટણી પહેલાં સરકારની આગોતરી મંજુરી માંગવાનું આ કોડમાં સૂચવાયું છે. પરંતુ સંસદની મંજુરી માંગવાના બદલે કેન્દ્રને મજુરોની સંખ્યા નકકી કરવા અધિકાર આપતી જોગવાઈ ઉમેરવામાં આવશે.

સરકારે આ પાંચ સરકારી કંપનીઓને પણ સંપૂર્ણ રીતે વેચવાનો નિર્ણય કર્યો છે.
1. બીપીસીએલ (આસામના નુમાલીગઢ રિફાઇનરીને છોડીને)

2. શિપિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા

3. કન્ટેનર કોર્પોરેશન ઓફ ઈન્ડિયા

4. ટિહરી હાઇડલ ડેવલોપમેન્ટ કોર્પોરેશન ઈન્ડિયા લિમિટેડ

5. નોર્થ ઈસ્ટર્ન પાવર કોર્પોરેશન.


Loading...
Advertisement