રાજકોટના યુવાનોનું ઉમદા કાર્ય: દીકરીના લગ્નની કંકોત્રી મોકલાવો અને પ્રસંગ માટે ઘરબેઠાં ફ્રીમાં શાકભાજી....

21 November 2019 08:56 AM
Rajkot Gujarat Saurashtra
  • રાજકોટના યુવાનોનું ઉમદા કાર્ય: દીકરીના લગ્નની કંકોત્રી મોકલાવો અને પ્રસંગ માટે ઘરબેઠાં ફ્રીમાં શાકભાજી....

લગ્ન સિઝનની શરૂઆત સાથે રાજકોટના યુવાનોની અનોખી પહેલ, મધ્યમ અને સામાન્ય વર્ગના પિતાને દીકરીના પ્રસંગમાં મદદ કરવા માટે નવતર પહેલ

રાજકોટ: હાલ દેશમાં દિવસે અને દિવસે મોંઘવારીનો માર વધી રહ્યો છે ત્યારે એક ઘર ચલાવવામાં પણ લોકોને મુશ્કેલી પડી રહી છે. તેવામાં પણ જો ઘરમાં કોઈ પ્રસંગ આવે તો ઘરના મોભી પર જાણે આપ ફાટી પડ્યું હોય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થાય છે. ત્યારે રાજકોટમાં કેટલાક યુવાનોએ દીકરીના બાપ પર પડતા ભારને ઓછો કરવાનો નિર્ણય લીધો છે. રાજકોટના ઝિક્સ ગ્રુપના યુવાનોએ દીકરીના પરિવારને માંગલિક પ્રસંગો માટે મફતમાં શાકભાજી આપવાનું નક્કી કર્યું છે. દીકરીના પરિવારે લગ્નના એક મહિના પહેલાં લગ્ન કંકોત્રી ના ફોટા મોકલી રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે.

હાલ શિયાળો શરૂ થઇ ગયો હોવા છતાં પણ શાકભાજી ના ભાવ આસમાને જોવા મળી રહ્યા છે તેમાં પણ વર્ષ દરમિયાન શાકભાજીના ભાવમાં સૌથી વધુ ઉછાળો ઉનાળા દરમિયાન જોવા મળતો હોય છે તો મોટાભાગે વર્ષ દરમિયાન માંગલિક પ્રસંગો સૌથી વધુ ઉનાળા ની અંદર યોજવામાં આવતા હોય છે ત્યારે લગ્ન પ્રસંગ દરમિયાન શાકભાજી નો ખર્ચ પણ હજારો ની અંદર પહોંચતો હોય છે ત્યારે ગરીબ અને મધ્યમવર્ગને ત્યાં આવતા માંગલિક પ્રસંગો તેના માટે સુખની સાથે આર્થિક ભારણ પણ આવતા હોય છે ત્યારે રાજકોટના ઝિક્સ ગ્રુપના યુવાનોએ દીકરીના પરિવારને માંગલિક પ્રસંગો માટે મફતમાં શાકભાજી આપવાનું નક્કી કર્યું છે. દીકરીના પરિવારે લગ્નના એક મહિના પહેલા લગ્ન કંકોત્રી ના ફોટા મોકલી રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે.

6 દિવસમાં 10 હજારથી પણ વધુ લોકોએ કરાવ્યું રજીસ્ટ્રેશન
ઝીકસ ગ્રુપ દ્વારા જે સેવા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે તે અભિયાન શરૂ કર્યાને માત્ર છ દિવસનો જ સમય વીત્યો છે ત્યારે અત્યાર સુધીમાં ૧૦ હજારથી પણ વધુ લોકોએ પોતાને ત્યાં આવનાર પ્રસંગની કંકોતરી ના ફોટા મોકલી રજિસ્ટ્રેશન કરાવ્યું છે. ઝીક્સ ગ્રૂપના મોહિત પીઠવા જણાવ્યા અનુસાર તેઓ પોતે શાકભાજી ઓનલાઇન ડિલિવરી આપવાનુ કામ કરે છે ત્યારે તેમને અને તેમના મિત્રોને પોતાના જ ધંધા થકી લોકોને મદદ કરી શકે તેવો વિચાર આવ્યો હતો અને તેના જ કારણે તમામ મિત્રોએ એકઠા થઇ દીકરીના બાપને માંગલિક પ્રસંગ સમયે શાકભાજી પહોંચાડી મદદ કરવાનો નિર્ધાર કર્યો છે.

બહાર ગામ લગ્ન હોય તો પણ મદદ કરવાનો વિચાર
રાજકોટના ઝીક્સ ગ્રુપના યુવાનોએ એક નવો વિચાર કરી નવી સેવા શરૂ કરવા નિર્ણય કર્યો છે. રાજકોટ શહેર ઉપરાંત સમગ્ર રાજ્ય અને મુંબઈમાં દીકરીના લગ્ન હોય તો આ સમયે તેમના લગ્ન સ્થળ સુધી નિશુલ્ક શાકભાજી પહોચાડવા નક્કી કર્યું છે. ફેસબુક, ઈન્સ્ટાગ્રામ અને વોટ્સએપ મારફત સંપર્ક કરી દીકરીના લગ્નની કંકોત્રીનો ફોટો અને શાકભાજીનું લિસ્ટ એક મહિના અગાઉ મોકલી આપનારને સેવા આપવામાં ઝીક્સ ગ્રુપ દ્વારા નિણર્ય કરવામાં આવ્યો છે.


Loading...
Advertisement