શેરબજારમાં નવો રેકોર્ડ: સેન્સેકસ 40816

20 November 2019 05:45 PM
Business India
  • શેરબજારમાં નવો રેકોર્ડ: સેન્સેકસ 40816

નિફટી 12000ની ઉપર: રીલાયન્સ-વોડાફોન સતત બીજા દિવસે ઉછળ્યા: રોકડાના શેરોમાં પણ જોરદાર તેજી

રાજકોટ તા.20
મુંબઈ શેરબજારમાં તેજીનો દોર યથાવત હોય તેમ પસંદગીના ધોરણે ધૂમ લેવાલી વચ્ચે સેન્સેકસે નવી ઉંચાઈ સર કરી હતી. ઈન્ટ્રા-ડે 40816નું લેવલ બનાવ્યું હતું. ત્યારબાદ 216 પોઈન્ટનો સુધારો સૂચવતો હતો.
શેરબજારમાં આજે માનસ તેજીનું હતું. વૈશ્ર્વિક પરિબળોનો ખાસ સપોર્ટ ન હતો. પરંતુ ભારતમાં આજે મહત્વપૂર્ણ બેઠકોમાં સરકાર નવા આર્થિક ઉદારીકરણના પગલાની જાહેરાત કરશે તેવા સંકેતો ઉપસતા તેજીનો વળાંક આવી ગયો હતો. વિદેશી સંસ્થાઓ ફરી માલ ફુંકવા લાગી હોવાના આંકડા જાહેર થયા હતા છતાં તે કારણ ડિસ્કાઉન્ટ થઈ ગયું હતું. આર્થિક મંદીમાંથી તાત્કાલીક છુટકારો મળે તેમ નથી. રોજગારીના આંકડા પણ નિરાશાજનક આવવા જેવા કારણોની પણ નકારાત્મક અસરો અટકી હતી. હેવીવેઈટ શેરોમાં ઉછાળાના ટેકે સેન્સેકસ તેજીના માર્ગે દોટ મુકવા લાગ્યો હતો.
રીલાયન્સ આજે સતત બીજા દિવસે ઉછળ્યો હતો. કંપની તેલ ઈલાઈટ કલબમાં સામેલ થયાના રીપોર્ટ ઉપરાંત જીયો દ્વારા ટેરીફ વધારાના સંકેતોની અસર હતી. વોડાફોન સતત બીજા દિવસે 15 ટકા ઉંચકાયો હતો અને ભાવ 6.95 થયો હતો. સન ફાર્મા, ટેક મહીન્દ્ર, યશ બેંક, ઈન્ડુસઈન્ડ બેંક, લાર્સન, મારૂતી, ઝી એન્ટરટેઈનમેન્ટ, ડો. રેડ્ડી, ડીશ યીવી, આરકોમ, ઈગરસેલ, ઈન્ડિયા ટુરીઝમ, ડ્રેજીંગ કોર્પોરેશનમાં ઉછાળો હતો. સ્ટેટ બેંક, એચડીએફસી, હીરો મોટો હિન્દ લીવર, કોટક બેંક, ભારતી ઈન્ફ્રાટેલ, ઈન્ડિયન ઓઈલ, આઈશર મોટર્સ, બ્રિટાનીયા, પોકાનોમાં ઘટાડો હતો.
મુંબઈ શેરબજારના સેન્સીટીવ ઈન્ડેકસ નવી ઐતિહાસિક ઉંચાઈએ પહોંચ્યો હતો. ઈન્ટ્રા ડે 40816 ની સપાટી બનાવી હતી. ઉંચામાં 40816 તથા નીચામાં 40575 થઈને કુલ 216 પોઈન્ટના ઉછાળાથી 40686 સાંપડયો હતો. નેશનલ સ્ટોક એકસચેંજનો નિફટી 64 પોઈન્ટના ઉછાળાથી 12003 હતો જે ઉંચામાં 12038 તથા નીચામાં 11966 હતો.


Loading...
Advertisement