3-બી રિટર્ન ભરવાનાં છેલ્લા દિવસે જ સર્વર ઠપ્પ

20 November 2019 05:43 PM
Business Gujarat
  • 3-બી રિટર્ન ભરવાનાં છેલ્લા દિવસે જ સર્વર ઠપ્પ

જીએસટીનું દશેરાએજ ઘોડુ દોડતું નથી!! : હજારો વેપારીઓ હેરાન-પરેશાન: વાંક તંત્રનો અને દંડાશે વેપારીઓ

રાજકોટ તા.20
ગુજરાતમાં જી.એસ.ટી. કાયદો અમલી બન્યાને બે વર્ષ થઈ ગયા છે. છતાં હજુ પણ જી.એસ.ટી.નાં સર્વરની સમસ્યા સળગતી રહી છે. કહેવત મુજબ દશેરાએ જ ઘોડુ ન દોડે તે પ્રમાણે જયારે વેપારીઓને અગત્યનાં રિટર્ન ભરવાનો છેલ્લો દિવસ હોય કે, થોડા દિવસો જ બાકી હોય બારોબાર ત્યારેજ જીએસટીની સાઈટ ઠપ્પ થઈ જાય છે અને તંત્રનાં વાંકે હજારો વેપારીઓને દંડાવાનો વારો આવે છે.
આ સમસ્યા જીએસટી કાયદો અમલી બન્યો ત્યારથી ચાલો આવે છે. આ પ્રશ્ર્ન અંગે કરવેરા સલાહકારોનાં સંગઠનો દ્વારા વડી કચેરીમાં અનેક બચત રજુઆતો પણ કરવામાં આવી છે. છતાં આજ સુધી આ સર્વરનો પ્રશ્ર્ન સંપૂર્ણ રીતે હલ થયો નથી.
દરમ્યાન ફરી છેલ્લા બે દિવસોથી જીએસટીનું સર્વર વેપારીઓને દગો દઈ રહ્યું છે. ગત ઓકટોબર માસનાં 3-બી રિટર્ન ભરવાનો આજે છેલ્લો દિવસ છે. બરોબર ત્યારે જ ફરી એકવાર સર્વર ઠપ્પ થઈ જતા સૌરાષ્ટ્ર-ગુજરાતનાં હજારો વેપારીઓ હેરાન-પરેશાન થઈ ગયા છે. ટેક્ષ સલાહકારોનાં જણાવ્યા મુજબ ગઈકાલે પણ આખો દિવસ સર્વર ઠપ્પ રહ્યું હતું અને આજે સવારમાં સાવ ધીમુ ચાલતુ હતું. જયારે, બપોરથી ફરી એકવાર સર્વર ઠપ્પ થઈ જતા હજારો વેપારીઓ 3-બી રિટર્ન ભરવાથી વંચિત રહી ગયા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્ર-ગુજરાતનાં હજુ 25થી30 ટકા વેપારીઓને 3-બી રિટર્ન ભરવાનાં બાકી છે. ત્યારે, ખરે ટાંકણે જ સર્વર ઠપ્પ થતા હવે હજારો વેપારીઓને તંત્રનાં વાંકે આવતીકાલથી રોજનાં રૂા.50 લેખે દંડ ભરવો પડશે.


Loading...
Advertisement