સ્ટેટ બેન્કના ગ્રાહકોના એટીએમ ફ્રોડથી રૂા.1 કરોડની ઉઠાંતરી

20 November 2019 02:55 PM
Business India
  • સ્ટેટ બેન્કના ગ્રાહકોના એટીએમ ફ્રોડથી રૂા.1 કરોડની ઉઠાંતરી

દેશભરમાં 45 ખાતાઓમાંથી રકમ ઉપડી: બેન્કના એટીએમ સાથે ચેડા: ગ્રાહકોની વિગતો મેળવી લેવાતી હતી

નવી દિલ્હી તા.20
દેશમાં વધતા જતા બેન્કિંગ ફ્રોડ વચ્ચે હવે સૌથી મોટી રાષ્ટ્રીયકૃત બેંક સ્ટેટ બેંકે સ્વીકાર્યુ છે કે તેના ગ્રાહકોના એટીએમ કાર્ડ ફ્રોડથી 45 ખાતાઓમાંથી રૂા.1 કરોડની રકમ ઉપાડી લેવામાં આવી છે. આ માટે તુર્કિસ હેકર જવાબદાર માનવામાં આવે છે અને પોલીસ તેની તપાસ કરી રહી છે. સ્ટેટ બેંક દ્વારા તેમના ગ્રાહકને આ અંગે ઈમેલથી ચેતવણી પણ આપવામાં આવી છે. સ્ટેટ બેંકે જણાવ્યું છે કે કાર્ડ સ્કિમીંગની યુક્તિ અપનાવવામાં આવી છે. ક્રીમીનલોએ સ્ટેટ બેંકના એટીએમમાં એક નાનકડું સ્કિમર ગોઠવી દીધુ હતું અને તે સ્કિમર ગ્રાહકોના એટીએમમાંથી તેની મેગ્નેટીક સ્ટ્રીપની વિગતો ચોરી લેતુ હતું. ઉપરાંત ગ્રાહક પોતે જે કીપેડનો ઉપયોગ કરે તે પણ ખાસ ગોઠવાયેલા કેમેરામાં ઝડપાઈ જતા હતા અને તેના આધારે ક્રોન કાર્ડ તૈયાર કરીને નાણા ઉપાડી લેવાતા હતા. આ ઉપરાંત કયારેક બેન્ક દ્વારા જ એક કી બોર્ડ તેના એટીએમ મશીનમાં ફીટ કરાયા છે તેની પર એક નાનકડી અત્યંત પાતળી ફિલ્મ સ્ટ્રીપ ગોઠવી દેવામાં આવતી હતી જેથી ગ્રાહક આ કી બોર્ડ પર પોતાનો પાસવર્ડ પ્રિન્ટ કરે તેમાં પ્રિન્ટ થઈ જતો હતો અને તેના આધારે આ રકમ ઉપાડી લેવામાં આવી છે. બેન્કે જણાવ્યું છે કે એટીએમનો ઉપયોગ કરતા સમયે આસપાસ કોઈ ન હોય તે ધ્યાન રાખવું. તમારા કી બોર્ડના ઉપયોગ સમયે તેના પર હાથ ઢાંકીને રાખવો જેથી કોઈ કેમેરામાં એ ઈમેજ ઝડપાઈ નહી અને એટીએમના ઉપયોગમાં લાંબો સમય એટીએમની પ્રક્રિયા જ રહે તો બેન્કને જાણ કરી દેવી.


Loading...
Advertisement