ફ્રી-કોલીંગનું વચન આપનાર જીયોએ બીજી વખત દર વધારશે

20 November 2019 12:11 PM
Business India Technology
  • ફ્રી-કોલીંગનું વચન આપનાર જીયોએ બીજી વખત દર વધારશે

વોડાફોન-આઈડિયા બાદ રીલાયન્સ કનેકશન પણ મોંઘુ

નવી દિલ્હી: દેશમાં એક સમયે મોબાઈલ કંપનીઓ વચ્ચેની સ્પર્ધાના કારણે કોલ-રેટ અને બાદમાં ડેટા- (ઈન્ટરનેટ) પણ સાવ સસ્તુ બની ગયું હતું પણ હવે પાઘડીનો વળ છેડે આવી ગયો છે. એક તરફ મોબાઈલ કંપનીઓ પર સરકારી નાણાની વસુલાતમાં જંગી રકમ વોડાફોન- આઈડિયા- એરટેલ એ ભરવાની થતા તે નાદારી જેવી સ્થિતિમાં ધકેલાતા ગઈકાલેજ આ બન્ને કંપનીઓએ કોલ-રેટ વધારવા જાહેરાત કરી છે તો તેના પગલે હવે સ્પર્ધામાં સૌથી વધુ લાભાર્થી રીલાયન્સ જીઓએ પણ તેનો ટેરીફ મોંઘા કરશે તેવી જાહેરાત કરી છે. જો કે તે ડેટા સસ્તા જ રાખે તેવી શકયતા છે. કારણ કે જીઓનો ભવિષ્યનો વિકાસ ડેટા આધારીત જ છે.


અગાઉ આજીવન ફ્રી કોલીંગની જાહેરાતમાં પીછેહઠ કરીને રીલાયન્સ જીયોએ એના કોલીંગ માટે અલગ ટોપ-અપ વૌચર દરેક ગ્રાહકે કોલીંગ માટે લેવા પડે તે ફરજીયાત કર્યુ હતું જેના કારણે ખાસ કરીને ઈન્ટરનેટ નહી વાપરતા ગ્રાહકોને કોલીંગ મોંઘુ પડવાનું શરૂ થયું છે. હવે તેણે કોલીંગ દર દરેક પ્રકારના ગ્રાહકો માટે વધારવાની જાહેરાત કરી છે. ટેલીકોમ ક્ષેત્રમાં પહોચ બનાવવા જીયોએ ગ્રાહકોને ફ્રી-બી ની એક બાદ એક ઓફર કરી હતી પણ ગ્રાહક સંખ્યામાં તેણે અન્ય હરિફોને મહાત કરી પણ તેની પ્રતિગ્રાહક આવક ઘટવા લાગી હતી. જેથી તેના પગ હેઠળ પણ લાંબા સમયે રેલો આવશે તે નિશ્ર્ચિત થતા તેણે ભાવવધારો કર્યો છે.


Loading...
Advertisement