શહેરી ટેલીકોમ ગ્રાહકોમાં બીજા નંબરનો ક્રેઝ ઘટયો: ગ્રામીણ કક્ષાએ કુલ કનેકશન વધ્યા

20 November 2019 12:08 PM
Business India Technology
  • શહેરી ટેલીકોમ ગ્રાહકોમાં બીજા નંબરનો ક્રેઝ ઘટયો: ગ્રામીણ કક્ષાએ કુલ કનેકશન વધ્યા

બીએસએનએલ બાઉન્સ બેક થશે! જબરા સંકેત:સપ્ટેમ્બરમાં રીલાયન્સ જીયો તથા બીએસએનએલના ગ્રાહકો વધ્યા: એરટેલ-વોડાફોનને સતત ઘસારો:

નવી દિલ્હી તા.20
દેશના ટેલીકોમ ક્ષેત્રમાં અનેક નવા સુધારા થઈ રહ્યા છે. ખાસ કરીને હવે ભાવવધારાનો યુગ ચાલુ થશે તે નિશ્ર્ચિત બનતા અને મંદી સહિતની ઈફેકટના કારણે અગાઉ બે કે વધુ મોબાઈલ ઈન્સ્ટ્રુમેન્ટ અને એક જ મોબાઈલમાં ડબલ સીમથી બે નંબર રાખનાર ગ્રાહકોની સંખ્યા ઘટવા લાગી છે. ખાસ કરીને શહેરી ક્ષેત્રોમાં મોબાઈલ કનેકશન ઘટયા છે. જો કે ગ્રાહક ક્ષેત્રોમાં જયાં હવે મોબાઈલ સેવા પહોંચી રહી છે ત્યાં ગ્રાહકો વધ્યા છે અને તેનો ફાયદો રીલાયન્સ જીયો ઉપરાંત બીએસએનએલને થઈ રહ્યો છે. જો કે વોડાફોન-આઈડિયા અને એરટેલને ફટકો પડયો છે.

આ કંપનીઓના મોબાઈલ ગ્રાહકો સપ્ટેમ્બર માસમાં ઘટયા છે એ રીલાયન્સ જીયો અને બીએસએનએલને ફાયદો થયો છે. ટ્રાઈના ડેટા મુજબ ભારતી ઓરટેલે સપ્ટે.માં 23.8 લાખ ગ્રાહકો ગુમાવ્યા છે અને હવે તેની પાસે 32.55 કરોડ ગ્રાહકો છે તો વોડાફોન-આઈડિયા 25.7 લાખ ગ્રાહકો ગુમાવ્યા છે અને તેની પાસે 37.24 કરોડ ગ્રાહકો મળ્યા છે. દેશમાં કુલ 117.37 કરોડ મોબાઈલ કનેકશન છે. બીજુ એક રસપ્રદ આંકડામાં શહેરી ક્ષેત્રમાં લોકો બે મોબાઈલ નંબરથી હવે સિંગલ નંબર ભણી આવે છે તો અને અહી દુધ ગ્રાહક ઘટીને 65.91 કરોડ થયા છે તો ગ્રામીણ ક્ષેત્રમાં ગ્રાહકો વધીને 51.45 કરોડ થયા છે. સપ્ટેમ્બરમાં રીલાયન્સ જીયોના ગ્રાહકોમાં 69.83 લાખનો વધારો થયો છે. જેથી તેના કુલ ગ્રાહકો 35.52 કરોડ થયા છે તો બીએસએનએલને 7.37 લાખ નવા ગ્રાહકો મળ્યા છે અને તેના કુલ ગ્રાહકો 11.69 કરોડ થયા છે.


Loading...
Advertisement