ફેટ છતાં ફિટ: કોયડાનો જવાબ મળ્યો

20 November 2019 10:41 AM
Health Off-beat
  • ફેટ છતાં ફિટ: કોયડાનો જવાબ મળ્યો

ચરબીની કોશિકામાં બહેતર બ્લડ સપ્લાય ધરાવતા લોકો ચયાપચયની દ્દષ્ટિએ તંદુરસ્ત હોય શકે છે

નવી દિલ્હી તા.20
વિજ્ઞાનીઓને આ વિરોધાભાસ વર્ષોથી મુંઝવતો આવ્યો છે, પણ નવો અભ્યાસ કેટલાક લોકો જાડા હોવા છતાં ફિટ શા માટે રહે છે એના પર પ્રકાશ પાડી શકે છે. યુનિવર્સિટી ઓફ લીડસના સંશોધકો કહે છે કે જાડિયા હોવા છતાં કેટલાક લોકોમાં તંદુરસ્ત મેટાઓલીઝમ (ચયાપચય) હોવાથી તેમના ફેટ સેલ્સ (કોશ)માં લોહીનો સારો પુરવઠો હોય શકે છે.
અભ્યાસનું નેતૃત્વ કરનારા નેહાલી હેવુડે જણાવ્યું હતું કે તમે જાડિયા હોવા સાથે સંપૂર્ણપણે તંદુરસ્ત હોય એ કિવદંતી છે, પણ ‘ફેટ અને ફિટ’ વિરોધાભાસમાં કંઈક તથ્ય છે. ચરબીમાં બહેતર લોહીનો પુરવઠો ધરાવતા લોકો મેટાબોલીઝમની દ્દષ્ટિએ વધુ તંદુરસ્ત હોઈ શકે અને હાર્ટ તથા સકર્યુલેટરી બીમારીઓ સામે વધુ સંરક્ષિત હોય શકે છે.
નવી રકત શિરાના વિકાસમાં ભૂમિકા ભજવવા માટે આઈજીએફ-1 આર નામે જાણીતા રિસેપ્ટરનો સંશોધકોએ અભ્યાસ કર્યો હતો. સંશોધકોને જાણવા મળ્યું કે નવી રકત શિરાઓ ચરબીમાં વૃદ્ધિ પામી હતી. લાંબાગાળે એ હાર્ટ અને સકર્યુલેટરી બીમારીઓ સામે એ વાસ્તવમાં સંરક્ષણ બની રહી હતી.
આ માટેનું કારણ સ્પષ્ટ નથી, પણ સંશોધકો માને છે કે ચરબીમાં રહેલી રકતશિરાઓ કદાચ બાયોએકટીવ કેમીકલ છોડતી હોય અને તેનાથી ચરબીના કોશને ‘બ્રાઉન’ થવા પ્રોત્સાહન મળતું હોય, બ્રાઉન ફેટ કેલરી વાળી ઉષ્મા પેદા કરે છે અને એ કારણે બ્લડ સુગર, બ્લુ પ્રેસર અને કોલેસ્ટ્રલ સ્તર નિયંત્રણમાં રાખવા મદદ મળે છે.
જો કે નિષ્ણાંતોએ લાલ બતી ધરી છે કે આ અભ્યાસના તારણોથી લોકોએ ખાવાપીવામાં સરી પાડવામાં ઢીલું મુકવું જોઈએ. બ્રિટીશ હાર્ટ ફાઉન્ડેશનના એસોસીયેટ મેડીકલ ડિરેકટર પ્રોફેસર મેટિન એવકિરનએ જણાવ્યું હતું કે આપણા ખોરાકમાં ચરબી જરૂરી હિસ્સો છે, પણ વધુ પડતી ચરબી-ફેટ અનેક આરોગ્યવિધેયક સમસ્યા સર્જી શકે છે.


Loading...
Advertisement