સાબરકાંઠાના ઋતુરાજની ભારતની અંડર 23 ક્રિકેટ ટીમમાં પસંદગી

20 November 2019 10:21 AM
Ahmedabad Gujarat Sports
  • સાબરકાંઠાના ઋતુરાજની ભારતની અંડર 23 ક્રિકેટ ટીમમાં પસંદગી

ઋતુરાજનો ભારતની અંડર 23 ક્રિકેટ ટીમમાં પસંદગી થતા જિલ્લાભરમાં ખુશીનો માહોલ છવાયો છે

સાબરકાંઠા: જિલ્લાના હિંમતનગર નજીક આવેલા પુનાસણ ગામના ઋતુરાજનો ભારતની અંડર 23 ક્રિકેટ ટીમમાં પસંદગી થતા જિલ્લાભરમાં ખુશીનો માહોલ છવાયો છે. બાંગ્લાદેશ સામે પ્રથમ મેચ રમ્યા બાદ તેને દેશની નેશનલ તેમજ ઇન્ટરનેશનલ કક્ષાએ ગૌરવ અપાવવાની વાત કરી પોતાની સિદ્ધિને પરિવાર, મિત્રો તેમજ કોચને પગલે શક્ય બન્યા હોવાની વાત કરી હતી.

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના પુનાસણ ગામનું રજપૂત સમાજના ઋતુરાજનું અંડર 23માં ભારતીય ટીમમાં સમાવેશ થતાં વતન સહિત આસપાસના વિસ્તારોમાં ખુશીનો માહોલ છવાયો છે. સામાન્ય રીતે કોઈ પણ વ્યક્તિનો પ્રયત્ન તેને હંમેશા ઊંચાઇ ઉપર લઇ જતો હોય છે. ઠીક આવું જ ઋતુરાજના પ્રયત્નવાદનું ફળ તેને મળી રહ્યું છે.

ધોરણ 9માં સ્કૂલ અભ્યાસ દરમિયાન ક્રિકેટ ટીમની જાહેરાત થઈ હતી. જો કે, તેમાં ઋતુરાજને સ્થાન ન મળતા તેને સંપૂર્ણ ધ્યાન ક્રિકેટને આપી દેતા આજે ભારત કક્ષાએ તેને ક્રિકેટ ટીમમાં સ્થાન મળી જશે. આ સ્થાન મેળવવા માટે તેને પોતાના પરિવાર સહિત અન્ય કામોને પણ ત્યાં જ ગણ્યા હતા. જેના પગલે આજે તે નેશનલ કક્ષાએ ક્રિકેટ રમી રહ્યો છે. જો કે, તેનો ક્રિકેટ પ્રત્યેનો લગાવ અને રમતની શૈલીને પગલે બાંગ્લાદેશ સામેની પ્રથમ મેચમાં સુંદર દેખાવ કર્યો છે.ઋતુરાજનું સ્વપ્ન ભારતની ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી સાથે ક્રિકેટ રમવાની સાથો સાથ નેશનલ કક્ષાએ તેમજ ઇન્ટરનેશનલ કક્ષાએ દેશ માટે કંઈક કરી છુટવાની ભાવના રહેલી છે. તેમજ આ માટે તેને પ્રેક્ટિસ પણ શરૂ કરી છે. જો કે આટલી ઉચ્ચ કક્ષાની સિદ્ધીને પરિવાર તેમજ મિત્રોને આભારી માને છે.


Loading...
Advertisement