જિલ્લા પંચાયતના ચેરમેન સામે અવિશ્વાસની દરખાસ્ત, 9માંથી 6 સભ્યએ દરખાસ્ત પર સહી કરી

19 November 2019 07:27 PM
Rajkot Video

રાજકોટ જિલ્લા પંચાયતમાં સત્તા માટેની ખેંચતાણ માટે બગાવતનો બીજો ભાગ શરૂ થયો છે. કારોબારી સમિતિના ચેરમેન રેખાબેન પટોળીયા સામે 9માંથી 6 સભ્યે અવિશ્વાસની દરખાસ્ત મૂકતા બાગી જૂથમાં નવું જૂથ બન્યું છે. કોંગ્રેસમાંથી અસંતોષને કારણે બગાવત કરનારા સભ્યોએ કારોબારી, આરોગ્ય, સામાજિક ન્યાય, બાંધકામ, શિક્ષણ સહિતની સમિતિઓ પર કબ્જો મેળવ્યો હતો. હવે બાગી સભ્યોમાં જ ખટરાગ ઊભો થયો છે. દરખાસ્ત મૂકવામાં અને બાગીઓના નવા જૂથની આગેવાની જેતપુરની પેઢલા સીટ પરથી ચૂંટાયેલા કિશોર પાદરિયા એ લીધી છે. ચતુર રાજપરા, શિલ્પાબેન મારવાણિયા, વજીબેન સાંકળિયા, હંસાબેન ભોજાણી અને નારણ સેલાણાએ સહી કરી છે.


Loading...
Advertisement