મહારાષ્ટ્રમાં સરકાર રચવા પક્ષના નેતાઓ સાથે સોનિયાની બેઠક

19 November 2019 07:19 PM
India Politics
  • મહારાષ્ટ્રમાં સરકાર રચવા પક્ષના નેતાઓ સાથે સોનિયાની બેઠક

‘અગર ઝિંદગી મેં કુછ પાના હો તો તરીકે બદલો, ઈરાદે નહીં’: રાઉત : ત્રણેય પી વચ્ચે સતાની વહેંચણીની ફોર્મ્યુલા

નવી દિલ્હી તા.19
મહારાષ્ટ્રમાં સરકાર રચવાનું કોકડું હજુ પણ ગુંચવાયેલું રહ્યું છે. રાજય કોંગ્રેસના મોટાભાગના ધારાસભ્યોએ શિવસેના સાથે સરકાર રચવાની તરફેણ કરવા સાથે વધુ વિલંબ સામે મોવડીમંડળને ચેતવણી આપી છે. આ અહેવાલો વચ્ચે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએપક્ષના વરિષ્ઠ નેતાઓ એ.કે.એન્ટની, અહેમદ પટેલ તથા મહારાષ્ટ્રના પ્રભારી મલ્લિકાર્જુન ખડગે સામે બેઠક કરી હતી. ગઈકાલે એનસીપી નેતા શરદ પવાર સોનીયાને મળ્યા હતા.
બીજી બાજુ શિવસેના પણ કોંગ્રેસ અને એનસીસી સામે સરકારની રચના માટે વાતચીતમાં પ્રવૃતહોવાના અહેવાલો છે.સૂત્રોના જણાવ્યા મુજબ ત્રણેય પક્ષો વચ્ચે સતાની વહેંચણીની કાચી સમજુતી થઈ ચૂકી છે. સેનાના સાંસદ સંજય રાઉતે ટવીટ કરી જણાવ્યું હતું: ‘અગર ઝિંદગી મેં કુછ પાના હો તો તરીકે બદલો, ઈરાદે નહીં.


Loading...
Advertisement