આવકવેરાની ઓનલાઈન નોટીસ-ઓર્ડરો પણ ચાર-ચાર દિવસે મળે છે: ટેકનીકલ ક્ષતિ: તાબડતોડ વીડીયો કોન્ફરન્સ

19 November 2019 07:16 PM
Rajkot
  • આવકવેરાની ઓનલાઈન નોટીસ-ઓર્ડરો પણ ચાર-ચાર દિવસે મળે છે: ટેકનીકલ ક્ષતિ: તાબડતોડ વીડીયો કોન્ફરન્સ

ટેકનીકલ વિભાગના ડાયરેકટર જનરલે તકલીફોની જાણકારી મેળવી: દરેક અધિકારીઓ પાસે નોટબંધી-એસેસમેન્ટ કેસોના થપ્પા

રાજકોટ તા.19
આવકવેરા વિભાગ એસેસમેન્ટ કામગીરીમાં ગળાડુબ છે ત્યારે અનેકવિધ ટેકનીકલ ફોલ્ટને કારણે તંત્રને નવો પડકાર પેદા થયો છે. આ મામલે તાબડતોડ ટેકનીકલ ડીજીઆઈટી દ્વારા વીડીયો કોન્ફરન્સ યોજવામાં આવી હતી.
આવકવેરા વિભાગમાં એસેસમેન્ટની કામગીરી સંભાળતા તમામ અધિકારીઓની ટેકનીકલ ડાયરેકટર જનરલ દ્વારા વિડીયો કોન્ફરન્સ યોજવામાં આવી હતી અને વિવિધ પ્રશ્ર્નો જાણવામાં આવ્યા હતા. કરદાતાને ઓનલાઈન નોટીસ મોકલવામાં આવતી હોય છે છતાં ટેકનીકલ ક્ષતિને કારણે તે કરદાતાના કોમ્પ્યુટરમાં પહોંચતા ચાર-પાંચ દિવસ થઈ જતા હોવાના સંખ્યાબંધ કિસ્સા પ્રકામાં આવ્યા છે. કેટલાક કિસ્સામાં તો નોટીસમાં દર્શાવેલી તારીખ પર પુરી થઈ ગઈ હોય છે. આ સિવાય તંત્ર દ્વારા કોઈ ઓર્ડર કરીને અપલોડ કરવામાં આવ્યા હોય તો તે પણ કરદાતાને સમયસર મળતા નથી. હેડ ઓફીસની સૂચનાઓ મળવામાં પણ સમય લાગી જાય છે.
વિડીયો કોન્ફરન્સમાં આવા શ્રેણીબદ્ધ ટેકનીકલ પ્રશ્ર્નો રજુ થયા હતા. ઓનલાઈન કામગીરી હોવા છતાં ટેકનીકલ ક્ષતિને કારણે તેનો કોઈ અર્થ રહ્યો નથી અને તેના કારણે પારાવાર હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ તમામ મુશ્કેલીઓ વ્હેલીતકે દુર કરવા ટેકનીકલ ટીમ દ્વારા આશ્ર્વાસન આપવામાં આવ્યું હતું.
આવકવેરા ખાતાના સૂત્રોએ એમ કહ્યું કે એસેસમેન્ટ કાર્યવાહી પૂર્ણ કરવા હવે માંડ 40 દિવસ બાકી છે. નોટબંધીના પણ ઢગલાબંધ કેસો પૂર્ણ કરવાના થાય છે. એસેસમેન્ટ કામગીરીમાં રોકડ વ્યવહારો પર ખાસ લક્ષ્ય આપવાની સૂચના છે. અધિકારીઓ ભયંકર કામનો બોજ અનુભવી રહ્યા છે તેવા સમયે ટેકનીકલ ક્ષતિએ હાલાકી વધારી વધારી દીધી છે. ટેકનીકલ ક્ષતિ દુર ન થવાના સંજોગોમાં 31મી ડિસેમ્બર સુધીના નિયમ સમયમાં કાર્યવાહી પૂર્ણ થવાની આશંકા છે.


Loading...
Advertisement