તમામ પ્રાંત અધિકારીને સરકારી સહાય લોકોને આપવા લક્ષ્યાંક; રેવન્યુ કામગીરીમાં પારદર્શિતા લાવો

19 November 2019 07:15 PM
Rajkot
  • તમામ પ્રાંત અધિકારીને સરકારી સહાય લોકોને આપવા લક્ષ્યાંક; રેવન્યુ કામગીરીમાં પારદર્શિતા લાવો

વિધવા-વૃધ્ધ-નિસહાય- છાત્ર સ્કોલરશીપ સહિતની સહાયોના કેસો શોધી નિશ્ર્ચિત સમયમાં કામગીરી પુરી કરો : રાજકોટ જિલ્લા કલેકટર રેમ્યા મોહનનો નવતર અભિગમ

રાજકોટ તા.19
રાજકોટ શહેર જિલ્લાના પ્રજાજનોને સરકારી સહાય યોજનાના લાભો હાથોહાથ મળી રહે. ઉપરાંત જે લાભાર્થીઓ બાકી રહી ગયા છે તેવા કેસો શોધી કાઢી નિયત સમય મર્યાદામાં કામગીરી પુરી કરવાનો નવો અભીગમ શરૂ કરી આજે તમામ મામલતદારો નાયબ કલેકટરો સાથે મહત્વની રેવન્યુ કોન્ફરન્સ મિટીંગ કરી હતી.
રાજકોટ જિલ્લા કલેકટર રેમ્યા મોહને આજે તમામ સબ ડિવિઝનના નાયબ કલેકટરો અને મામલતદારો સાથે કરેલી મિટિંગમાં રેવન્યુને લગતા બાવીસ જેટલા મહત્વના મુદાઓની થયેલી કામગીરીની સમિક્ષા કરી હતી. રેવન્યુ રિકવરી, તુમાર નિકાલ, પડતર નોંધ, ઓનલાઈન કામગીરી, એટીવીટીના કામો ઉપરાંત સરકારી સહાય આપવાની કામગીરી પર વિશેષ ભાર આપેલ હતો. શહેર જિલ્લામાં વિધવા વૃધ્ધા નિરાધાર સ્કોલરશીપ સહિતની સરકારી સહાય ચુકવવાના કેસો શોધી કાઢી તમામ લાભાર્થીઓને અમુ લાભ મળે તેવું કામ કરવા સુચના કરી દરેક પ્રાંતને એવું કહ્યું કે નાયબ કલેકટરો એક એક સરકારી યોજના પસંદ કરે તેના લાભાર્થીઓ કેટલા? બાકી કેટલા? વિગતો મેળવે બાકીના કેસો શોધી ફોર્મ ભરાવી પુરાવાઓ જોડી ચકાસણી કરી લાભાર્થીને સહાય મળે તેવું કામ કરે. આ કામગીરી કેટલા સમય દરમ્યાન પુરી થશે? તે સમયગાળો જણાવવા પણ સુચના આપી કામે લાગવા આદેશ કર્યો હતો.
આ બેઠકમાં પ્રજાસતાક પર્વની રાજય કક્ષાની ઉજવણી કરવા માટે પણ ચર્ચા તતા કાર્યક્રમો કેવા અને કેટલા કરવા? તેવી ચર્ચાઓ કરી જરૂરી સુચના મેળવી વિગતો પર ચર્ચા કરી હતી.


Loading...
Advertisement