રાજકોટ શહેર ભાજપ પ્રમુખપદે કમલેશ મીરાણીનું એક જ નામ

19 November 2019 07:11 PM
Rajkot Politics
  • રાજકોટ શહેર ભાજપ પ્રમુખપદે કમલેશ મીરાણીનું એક જ નામ
  • રાજકોટ શહેર ભાજપ પ્રમુખપદે કમલેશ મીરાણીનું એક જ નામ

પક્ષના તમામ અગ્રણીઓનો 18 વોર્ડમાંથી વર્તમાન પ્રમુખને રીપીટ કરવાનો સૂર : ફકત 4 મીનીટમાં સેન્સ પુરી: બીજુ નામ રજૂ જ ન થયું: માસાંતે જાહેરાત

રાજકોટ: ગુજરાત ભાજપના નવા સંગઠન માળખાની રચનાની ઝડપી બનેલી પ્રક્રિયામાં આજે રાજકોટમાં ભાજપના સૌરાષ્ટ્ર સંગઠન ઝોનના 11 જીલ્લાના પ્રમુખોના નામની પસંદગી માટે આજે લેવાઈ રહેલી સેન્સમાં રાજકોટ શહેરના પ્રમુખ તરીકે વર્તમાન પ્રમુખ કમલેશ મીરાણીને જ ફરી જવાબદારી સોંપવા એક અવાજે રજુઆત થઈ હતી.
આજે પુરા દિવસ ચાલનારી સેન્સમાં સૌ પ્રથમ રાજકોટ શહેરના પ્રમુખ સિવાયના વર્તમાન હોદેદારો ધારાસભ્યો અને શહેરી ભાજપના અગ્રણીઓ એ નિરીક્ષક શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા શ્રી ગોરધન ઝડફીયા, હર્ષદગીરી ગોસ્વામી સમાન સેન્સ આપી હતી અને તમામ 18 બોર્ડ વતી એક જ અવાજમાં કમલેશ મીરાણીને ફરી ત્રણ અમે જવાબદારી સોપવાનો સૂર વ્યક્ત કર્યો હતો. નિરીક્ષકોએ કમલેશ મિરાણી સિવાય બીજુ કોઈ નામ હોય તો પણ સૂચવવા જણાવ્યું પણ તમામ અગ્રણીઓએ છેલ્લા ત્રણ વર્ષમાં જ રીતે મીરાણીએ શહેર પ્રમુખ તરીકેની કામગીરી કરી છે તેનો ટેમ્પો ટકાવી રાખવા માટે તેઓને વધુ ત્રણ વર્ષની ટર્મ આપવા માટેની રજુઆત કરી હતી. રાજકોટ શહેર ભાજપની સેન્સ ફકત ચારથી પાંચ મીનીટ જ ચાલી હતી અને હવે આખરી નિર્ણય મોવડીમંડળ કરશે. આ તકે સેન્સ પ્રક્રિયાનો એક રીપોર્ટ આગામી બે કે ત્રણ દિવસમાં પ્રદેશ કક્ષાએ સુપ્રત કરી દેવાશે અને આ માસના અંતે નવા શહેર પ્રમુખનું નામ જાળવી રખાશે.

કિતને પાસ કિતને દૂર: રાજકોટ જિલ્લા પ્રમુખ તરીકે જસદણના અગ્રણી અને હાલના મહામંત્રી ભરત બોઘરાનું નામ આગળ આવતા જ જસદણ માર્કેટયાર્ડના પુર્વ ચેરમેન દ્વારા બોઘરા સામે આક્ષેપોની ઝડી વરસાવીને તેમને પ્રમુખ ન બનાવાય તેવી માંગણી કરી હતી તેની પાછળ જસદણમાં બાવળીયા જુથનો હાથ હોવાની ચર્ચા છે. આજે સેન્સ ધ્યાન કુવરજી બાવળીયા અને ભરત બોઘરા એક જ લાઈનમાં હતા પણ ઓલવેલ વચ્ચે દૂરી પણ નજરે ચડતી હતી. (તસ્વીર: અરવિંદ વાઘેલા)


Loading...
Advertisement