રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખપદ માટે દાવેદારોનો રાફડો; 10 નામ

19 November 2019 07:09 PM
Rajkot
  • રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખપદ માટે દાવેદારોનો રાફડો; 10 નામ
  • રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખપદ માટે દાવેદારોનો રાફડો; 10 નામ
  • રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખપદ માટે દાવેદારોનો રાફડો; 10 નામ
  • રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખપદ માટે દાવેદારોનો રાફડો; 10 નામ

વર્તમાન પ્રમુખ ડી.કે.સખીયા ઉપરાંત ભરત બોઘરા, અરવિંદ રૈયાણી, અલ્પેશ ઢોલરીયા, ચેતન રામાણી, પ્રશાંત કોરાટ, નિતીન ઢાંકેચા સહિતના નામો : જબરી ખેંચતાણ રહેવાના અને પસંદગી મોવડીઓ માટે પણ પડકારરૂપ બનવાના એંધાણ: રમેશ રૂપાપરા, લાલજી સાવલીયા, દિલીપ ગાંધી સહિત પાંચ આગેવાનોને ખાસ બોલાવાયા

રાજકોટ તા.19
ભાજપના સંગઠન માળખાની રચના માટે રાજકોટમાં સવારથી બેઠકોનો ધમધમાટ ચાલી રહ્યો છે ત્યારે સમગ્ર સૌરાષ્ટ્રમાંથી પ્રમુખપદના સૌથી વધુ દાવેદારો રાજકોટ જિલ્લામાંથી ઉભર્યા હોવાના નિર્દેશ સાંપડયા છે. રાજકોટ જિલ્લા પ્રમુખપદ માટે 10થી વધુ નામો સામે આવ્યા છે. આ પરિસ્થિતિને ધ્યાને રાખીને પાંચેક આગેવાનોને ખાસ આમંત્રણ આપવામાં આવ્યું હતું.
સૌરાષ્ટ્રના જિલ્લાઓના પ્રમુખો વિશે સેન્સ લેવા માટે સવારથી બેઠકોનો ધમધમાટ રહ્યો છે. સૌપ્રથમ વારો રાજકોટ શહેર અને રાજકોટ જિલ્લાનો લઈ લેવામાં આવ્યો હતો. રાજકોટ શહેર માટે એકમાત્ર નામ પેશ થયુ હતું. જયારે રાજકોટ જિલ્લાના પ્રમુખપદ માટે 10 જેટલા દાવેદારો સામે આવતા પ્રદેશ નેતાઓ પણ મોઢામાં આંગળા નાખી ગયા હતા. રાજકોટ જિલ્લા ભાજપમાં જુથવાદ નવી વાત નથી. આજે સેન્સ પ્રક્રિયામાં 10 જેટલા દાવાઓને તેની સાબીતી ગણવામાં આવે છે. બે દિવસ પુર્વે દાવેદાર એવા પુર્વ ધારાસભ્ય ભરત બોઘરા વિરુદ્ધ ભ્રષ્ટાચાર જેવા આક્ષેપ સાથેનો પત્ર જસદણ યાર્ડના પુર્વ ચેરમેન પોપટભાઈ રાજપરાએ વાયરલ કર્યો હતો. તેના પરથી પણ પ્રમુખપદ માટેની ખેંચતાણ ઘણી મોટી હોવાના નિર્દેશ ઉપસી આવ્યા હતા.
આજે સેન્સ પ્રક્રિયા દરમ્યાન રાજકોટ જિલ્લાના પ્રમુખપદ માટે જે દાવા પેશ થયા હતા. તેમાં વર્તમાન પ્રમુખ ડી.કે.સખીયા ઉપરાંત પુર્વ ધારાસભ્ય ભરત બોઘરા, વર્તમાન ધારાસભ્ય અરવિંદ રૈયાણી, પ્રશાંત કોરાટ, ચેતન રામાણી, મનસુખ ખાચરીયા, ગોરધન ધામેલીયા, અલ્પેશ ઢોલીયા, પુર્વ પ્રમુખ નાગદાન ચાવડા, લોધીકા સંઘના ચેરમેન નીતીન ઢાંકેચાનો સમાવેશ થતો હતો. સંકલન બેઠકમાં સાંસદો, ધારાસભ્યો, જિલ્લા પ્રમુખ- મહામંત્રી, પ્રભારી વગેરેનો સમાવેશ હોય જ છે. પરંતુ રાજકોટ જિલ્લાની પ્રક્રિયા દરમિયાન પાંચ સીનીયર આગેવાનોને ખાસ આમંત્રણ આપવામાં આવ્યું હતું તે સૂચક છે. પુર્વ ધારાસભ્ય રમેશ રૂપાપરા, પ્રવિણ માકડીયા ઉપરાંત પુર્વ પ્રમુખ લાલજીભાઈ સાવલીયા, દિલીપ ગાંધી તથા ગોંડલના પુર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાને ખાસ હાજર રાખવામાં આવ્યા હતા.
રાજકોટ શહેરના પ્રમુખપદ મામલે ખાસ ખેંચતાણ નથી પરંતુ જિલ્લા પ્રમુખ નકકી કરવામાં મોવડીઓને પણ માથાનો દુખાવો બને તેમ છે. પાંચ સીનીયર આગેવાનોને હાજર રાખવા પાછળનું કારણ પણ કદાચ આજ હોઈ શકે છે.
આજે બપોર સુધીમાં રાજકોટ શહેર-જિલ્લા જુનાગઢ શહેર-જિલ્લા, મોરબી તથા ગીર સોમનાથની પ્રક્રિયા પૂર્ણ થઈ હતી. બપોર પછી અમરેલી જેવા જિલ્લાનો વારો આવશે.

સીટી-સંગઠીત:
આજે રાજકોટ શહેર ભાજપના નવા પ્રમુખની પસંદગીની સેન્સ લેવાઈ તેમાં રાજકીય શહેર ભાજપના અગ્રણીઓએ નિરીક્ષક ભુપેન્દ્રસિંહ ચુડાસમા, ગોરધન ઝડફીયા તથા હર્ષદગીરી ગૌસ્વામી પાસે સેન્સ માટે શહેરના અગ્રણીઓ ઉપસ્થિત હતા. આ મુદે શહેર પ્રમુખ શ્રી કમલેશ મીરાણીએ નિરીક્ષકો સાથે સમગ્ર દિનની કાર્યવાહીથી ચર્ચા કરી હતી. જયારે અનેક અગ્રરીઓએ આ સેન્સ આપી હતી. (તસ્વીર: અરવિંદ વાઘેલા)


Loading...
Advertisement