શ્રીનગર તા.19
5 ઓગષ્ટે કલમ 370 નાબુદ કરાયાના 105 દિવસ પછી કાશ્મિર ખીણમાં પહેલીવાર સામાન્ય સ્થિતિ સ્થપાઈ હતી. સોમવારે આખો દિવસ દુકાનો ખુલ્લી રહી હતી અને જમ્મુ-કાશ્મિર રાજય માર્ગપરિવહન નિગમની બસો ખીણના જુદા જુદા જિલ્લાઓ વચ્ચે દોડી હતી. માહિતગાર સૂત્રોના જણાવ્યા મુજબ આ સપ્તાહના અંત સુધીમાં બ્રોડબેન્ડ સેવાઓ પુન: સ્થાપિત થઈ જશે. એ સામે ખીણમાં સંપૂર્ણપણે સંદેશાવ્યવહાર પુન: સ્થાપિત થઈ જો. હજુ એક દિવસ પહેલાં વેપારીઓ સવારે 7થી11 અને સાંજે પાંચથી 8 સુધી દુકાનો ખુલ્લી રાખતા હતા. આતંકવાદીઓએ આ સમય મર્યાદા સૂચવતા પોસ્ટરો જારી કર્યા હતા, અને દુકાનદારો તેનું પાલન કરતા હતા. ખીણના લોકો પણ આ ગાળામાં ખરીદી કરવા બહાર નીકળતા હતા.
લાલ ચોક જેવા વ્યક્ત વિસ્તારમાં બંધ દુકાનો બહાર સ્ટોલ નાખી વેપાર કરતા બિનઅધિકૃત ફેરિયાઓ દુકાનો આખો દિવસ ખુલ્લી રહેતાં વેપાર કરી શકયા નહોતા.
દરમિયાન, 370મી કલમ નાબુદ થયા પછીના ગાળામાં આતંકવાદી હિંસાના બનાવો 2019ના આગલા દિવસો કરતાં વધ્યા છે, પણ ગત વર્ષના 5 ઓગષ્ટ પછીના સમયની સરખામણીએ ઘટયા છે. આમ છતાં, 5 ઓગષ્ટ પછી બનેલા બનાવો ઓછી તીવ્રતાવાળા અને મોટાભાગે સામાન્ય કામકાજ કરવાથ નાગરિકોને દૂર રહેવા ધમકી આપવાના હતા.
2019ના પ્રથમ 10 માસમાં આગલા વર્ષની તુલનામાં આતંકવાદી બનાવોમાં 36% ઘટાડો થયો છે. 5 ઓગષ્ટ અને 14 નવેમ્બર વચ્ચે જમ્મુ-કાશ્મિરમાં 284 બનાવો નોંધાયા હતા.