સેનાના સૂર ફર્યા: સરકાર બનાવવાની અમારી એકલાની જવાબદારી નથી

19 November 2019 06:52 PM
India
  • સેનાના સૂર ફર્યા: સરકાર બનાવવાની અમારી એકલાની જવાબદારી નથી

શરદ પવારના વિધાનોથી મહારાષ્ટ્રનું કોકડું ઝડપી ઉકેલાય તેવો સંકેત નથી : પક્ષમાં પણ ગણગણાટ: સંજય રાઉતે ભાજપ સાથે તૂટી જાય ત્યાં સુધી ખેચીને બાજી બગાડી: ઉદ્ધવને ગેરમાર્ગે દોર્યા : કોંગ્રેસ રાજયમાં શિવસેના સાથે જવામાં ‘જોખમ’ સમજે છે: સોનિયા બહારના ટેકા માટે પણ તૈયાર નથી

મુંબઈ:
મહારાષ્ટ્રમાં ભાજપે મુખ્યમંત્રી પદ માટેની 50:50ની ફોર્મ્યુલાનો અસ્વીકાર કરી શિવસેનાને આંચકો અપાતા થોડા દિવસ પુર્વે ભાજપને ‘બતાવી’ દેવાના મૂડ સાથે એનસીપી-કોંગ્રેસની સાથે સરકાર રચવાની ડોટને બ્રેક લાગ્યા બાદ હવે આ પક્ષના તેવર ઢીલા પડી ગયા છે અને અત્યાર સુધી અમારા નેતૃત્વની જ સરકાર બનશે તેવો વિશ્ર્વાસ વ્યક્ત કરનાર શિવસેનાના પ્રવકતા સંજય રાઉતે કહ્યું હતું કે સરકાર બતાવવાની જવાબદારી અમારી ‘એકલા’ની નથી અને અમોએ આવી કોઈ જવાબદારી લીધી પણ નથી.
ગઈકાલે દિલ્હીમાં સોનિયા ગાંધી સાથે મુલાકાત બાદ શરદ પવારે મહારાષ્ટ્રમાં સરકાર રચવા કોઈ વાતચીત થઈ નથી તેવા વિધાનો કરીનેજ ‘માતોશ્રી’ તે આંચકો મોકલી આપ્યો છે. સૂત્રોના જણાવ્યા મુજબ શરદ પવાર પીઢ નેતા છે. તેઓ સહેલાઈથી શિવસેનાનું વર્ચસ્વ સ્વીકારી શકે નહી. કોંગ્રેસમાં મહારાષ્ટ્રના નેતાઓમાં શિવસેના સાથે જોડાવામાં ભાગલા છે અને રાષ્ટ્રીય સ્તરે પણ આ હિન્દુવાદી- મરાઠાવાદી પક્ષ સાથે જવામાં કોંગ્રેસ પક્ષને કોઈ મોટો લાભ દેખાતો નથી તો શિવસેનામાં પણ હવે શા માટે ભાજપ સાથે તૂટી જાય તે રીતે ખેચવુ તે પ્રશ્ર્ન પૂછાવા લાગ્યો છે અને હાલ સંજય રાઉત સૌની ટીકાનું નિશાન બની ગયા છે. જેણે ઉદ્ધને ગેરમાર્ગે દોર્યા હોવાનો આરોપ લાગ્યો છે તથા ભાજપ વિરુદ્ધ બેફામ ઉચ્ચારણો પણ કર્યા હતા. સૂત્રો કહે છે કે સંજયે તેની દિલ્હીમાં પણ કેરીયર બગાડી છે. આમ મહારાષ્ટ્રમાં ફરી જયાં પ્રથમ દિવસે જે ચિત્ર હતું તે ફરી બન્યુ છે. હવે પવાર ઈચ્છશે તેની સરકાર બનશે તે નિશ્ર્ચિત બન્યુ છે અને ભાજપને પણ કોઈ ઉતાવળ નહી રાષ્ટ્રપતિ શાસનની સરકાર ચલાવાય જ છે તો સંજય રાઉતે ફરી જો ભાજપ તૈયાર હોય તો અમો ચર્ચા માટે રાજી છીએ તેવું જણાવીને ફરી ભાજપને સંકેત મોકલી આપ્યો છે પણ ભાજપ હાલ કોઈ ‘ભાવ’ આપવા માંગતી નથી.

રામદાસ આઠવલેની 60:40ની ફોર્મ્યુલા! શિવસેના સમક્ષ પ્રસ્તાવ
નવી દિલ્હી: મહારાષ્ટ્રમાં દલિત નેતા તરીકે જાણીતા અને રીપબ્લીકન પાર્ટી ઓફ ઈન્ડિયાના વડા તથા કેન્દ્રીય મંત્રીએ રાજયમાં સરકાર માટે 60:40ની ફોર્મ્યુલા આપી છે. જેમાં ભાજપ 3 વર્ષ અને શિવસેના બે વર્ષ માટે મુખ્યમંત્રીપદ સંભાળે. આઠવલેએ કહ્યું કે મે શિવસેનાના સંજય રાઉત સાથે આ મુદે વાતચીત છે અને તેઓએ જવાબ આપ્યો કે જો ભાજપ આ માટે તૈયાર હોય તો અમો વિચારી શકીએ છીએ.


Loading...
Advertisement