સતત 4 મહિના ઘટયા પછી ઓકટોબરમાં એર-ટ્રાફિકમાં વધારો: અર્થતંત્રનો શુભ સંકેત

19 November 2019 06:37 PM
India
  • સતત 4 મહિના ઘટયા પછી ઓકટોબરમાં એર-ટ્રાફિકમાં વધારો: અર્થતંત્રનો શુભ સંકેત

47.4% હિસ્સા સાથે ઈન્ડીગોનું વર્ચસ્વ

નવી દિલ્હી તા.19
સતત 4 માસના ઘટાડા પછી તહેવારોના ઓકટોબર મહિનામાં ડોમેસ્ટીક એર પેસેન્જર ટ્રાફિક વધ્યો હતો. સુસ્તી અને નબળી ગ્રાહક માંગ વચ્ચે આ આંકડા અર્થતંત્ર માટે આશા વધારનારા છે.
ડોમેસ્ટિક શિડયુલ્ડ કેરિયર્સએ ગત મહિને 1.23 કરોડ મુસાફરોની હેરફેર કરી હતી. આગલા વર્ષની સરખામણીમાં આ સંખ્યા 4% વધુ છે.
સપ્ટેમ્બરમાં એરલાઈન્સે 1.15 કરોડ, ઓગષ્ટમાં 1.17 કરોડ, જુલાઈમાં 1.19 કરોડ અને જૂનમાં 1.2 કરોડ લોકોની હેરફેર કરી હતી.
ડીજીસીએના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે પેસેન્જર ટ્રાફિક ગ્રોથ થોડો ધીમો છે, પણ વિમાન કાફલામાં વધુ વિમાન જોડાતા આગામી મહિનાઓમાં ટ્રાફિક વધવાની ધારણા છે.
ઈન્ટરગ્લોબ એવીએશન લિમીટેડની ઈન્ડીગોએ દર બેમાંથી એક મુસાફર લઈ જઈ બજારમાં પ્રભુત્વ જાળવી રાખ્યું હતું. સપ્ટેમ્બરમાં તેનો બજાર હિસ્સો 48.2% હતો તે ઓકટોબરમાં ઘટી 47.2% થયો છે.
સ્પાઈસ જેટ એ વીસ લાખ મુસાફરો ઉડાવી 16.3% બજાર હિસ્સો મળ્યો હતો.
15.4 લાખ મુસાફરો લઈ જઈ એરઈન્ડિયાએ આ મહિનામાં 12.6% બજાર હિસ્સો મેળવ્યો હતો.


Loading...
Advertisement