રાજસ્થાનનાં સાંભર સરોવરમાં આઠ દી’માં 17000 પ્રવાસી પક્ષીઓના મોત

19 November 2019 06:36 PM
India
  • રાજસ્થાનનાં સાંભર સરોવરમાં આઠ દી’માં 17000 પ્રવાસી પક્ષીઓના મોત

એક સાથે હજારો પ્રવાસી પક્ષીઓના મોત થતાં રાજસ્થાન સરકાર હરકતમાં

જયપુર તા.19
રાજસ્થાનનાં જયપુર, નાગૌર અને અજમેર જીલ્લામાં ફેલાયેલા સાંભર સરોવરમાં છેલ્લા એક અઠવાડીયામાં લગભગ 17000 થી વધુ પ્રવાસી પક્ષીઓનાં મોત થતા સનસનાટી ફેલાઈ છે. જયપુર જીલ્લા કલેકટર જગરૂપસિંહ યાદવે જણાવ્યુ હતું કે આ પક્ષીઓના મોતને કારણ કદાચ બોટુલીઝમ હોઈ શકે. બોટીલીઝમનો અર્થ થાય છે મૃત પક્ષીઓનાં જીવાણુઓથી પક્ષીઓમાં ફેલાઈ અપંગતા, આટલી મોટી સંખ્યામાં પક્ષીઓનાં મોતથી હડકંપ મચી ગયો છે. પ્રવાસી પક્ષીઓ પર ચિંતા પ્રગટ કરતાં મુખ્યમંત્રી અશોક ગેહલોતે જણાવ્યું હતું કે રાજય સરકાર દરેક તાત્કાલીક પગલા ઊઠાવી રહી છે. પક્ષીઓના મોત ચિંતાજનક બાબત છે.રાજય સરકારે પક્ષીઓનાં મોતનું કારણ જાણવા જરૂરી પગલા ઉઠાવ્યા છે. મુખ્ય વન્યજીવ સંરક્ષક અરિંદમ તોમરે જણાવ્યું હતું કે મૃત પક્ષીઓની સંખ્યામાં વધારો થયો છે અને 10 નવેમ્બર સુધીમાં આ સંખ્યા 17000 થઈ હતી. તેમણે જણાવ્યું હતું કે મૃત પક્ષીઓનાં હાડપીંજરોને નષ્ટ કરવામાં આવ્યા છે. નાર્થન શોવસર્લ રૂડી શેલડક, પ્લોવર્સ, એવોસેટસ, સહીત અનેક પ્રવાસી પક્ષીઓનાં મોત થઈ ચૂકયા છે. પક્ષીઓના મોત બર્ડ ફલુથી થયાનો અધિકારીઓએ ઈન્કાર કર્યો છે.


Loading...
Advertisement