મેડિકલ ઈન્સ્યુરન્સ કંપનીને છ લાખના કવર કરતાં વધુ ચૂકવવાની ફરજ પાડતા ડોકટર

19 November 2019 06:35 PM
Ahmedabad Gujarat
  • મેડિકલ ઈન્સ્યુરન્સ કંપનીને છ લાખના કવર કરતાં વધુ ચૂકવવાની ફરજ પાડતા ડોકટર

6.34 લાખના ખર્ચ સામે વીમા કંપનીએ માત્ર 1.28 લાખ મંજુર કરતાં બે વર્ષ કાનુની લડત આપી

અમદાવાદ તા.19
પૂરતું મેડીકલેમ કવર હોવા છતાં મેડિકલ બિલની પુરી પતાવટ કરવાનો વીમા કંપનીઓ ઈન્કાર કરે ત્યારે લોકો જતું કરી આગળની કાર્યવાહી કરતા નથી. પરંતુ નોખી માટીના ડોકટરે બે વર્ષ કાનુની લડત આપી મેડિકલ ઈુસ્યુરન્સ કંપનીને બાકી રકમની ચૂકવણી કરવાની ફરજ પાડી છે. આખરે, વીમા કંપનીએ ડોકટરે લીધેલા 6 લાખના કવરથી વધુ ખર્ચની ચૂકવણી કરવી પડી હતી.
બે વર્ષ સુધી લડત આપ્યા પછી 58 વર્ષના ડો. પ્રયાગ શાહ (નામ બદલ્યું છે) એ 2017માં તબીબી સારવાર લીધી હતી. વીમા કંપનીએ સંપૂર્ણ ખર્ચ મજરે ન આપતાં તેમણે કાનુની લડત આપી 6 લાખના કવર સામે 6.3 લાખ ચૂકવવા વીમા કંપનીને ફરજ પાડી હતી.
નવરંગપુરાના રહેવાસી શાહને પ્રોસ્યેટનું કાર્સિનોના હોવાનું નિદાન થયું હતું અને તેમને મે 2017માં મુંબઈ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ડિસ્ચાર્જ થયા પછી તેમણે યુનાઈટેડ ઈન્ડિયા ઈુસ્યુરન્સ કંપની સામે રૂા.634 લાખનો કલેમ મુકયો હતો.
વીમા કંપનીએ ઓગષ્ટ 2017માં માત્ર 1.28 લાખ મંજુર કરી બાકીના રૂા.4.72 લાખનો કલેમ નકારતા જણાવ્યું હતું કે કેશલેસ ટ્રીટમેન્ટ માટે થર્ડ પાર્ટી એગ્રીગેટર દ્વારા દાવાની પતાવટ રૂપે આ રકમ નકકી કરવામાં આવી છે. શાહના વકીલ મોહિત પટેલે જણાવ્યું હતું કે રૂા.4.35 લાખનો કલેમ વીમા કંપનીએ ખોટી રીતે નકાર્યો હતો. લાંબી સુનાવણી પછી ગ્રાહક અદાલતે વીમા કંપનીને બાકીના રૂા.4.35 લાખ 8% વ્યાજ સાથે ચૂકવવા હુકમ કર્યો હતો. વળી શાહને પરેશાની વેઠવા બદલ વધારાનું રૂા.25000નું વળતર આપવા પણ હુકમ કરાયો હતો.


Loading...
Advertisement