ઉપલેટાના રામગઢ ગામનો મુસ્લિમ યુવક 390 ગ્રામ ગાંજા સાથે પકડાયો

19 November 2019 06:24 PM
Dhoraji Crime
  • ઉપલેટાના રામગઢ ગામનો મુસ્લિમ યુવક 390 ગ્રામ ગાંજા સાથે પકડાયો

સુરતથી વેચાણ અર્થે લાવ્યો હોવાની કબુલાત

રાજકોટ તા.19
ઉપલેટાના રામગઢ ગામ પાસે ફકીર યુવાને પોતાના ઘરમાં વેચાણ અર્થે ગાંજાનો જથ્થો છુપાવ્યો હોવાની બાતમીના આધારે રાજકોટ ગ્રામ્ય એસઓજીના પીઆઇ એચ.જી.પલ્લાચાર્યના માર્ગદર્શન હેઠળ પેટ્રોલીંગમાં રહેલા પોલીસ હેડ કોન્સ્ટેબલ સંજય નિરંજન તથા વિજય ચાવડાને મળતા બાતમીવાળા સ્થળ પર દરોડો પાડી આરોપી નઝીર હુસેનભાઇ બાદશાહ (ઉ.વ.22) (રહે. સ્મશાન રોડ રામગઢ)ની ધરપકડ કરી પોલીસે ઘરમાંથી ગાંજાનો જથ્થો 390 ગ્રામ કિંમત રૂા.2730નો કબ્જે કરી એનડીપીએસ એકટ હેઠળ ધોરણસરની કાર્યવાહી કરી હતી. આરોપીની પ્રાથમિક પુછપરછમાં ગાંજાનો જથ્થો સુરતથી વેચાણ અર્થે લાવ્યાની કબુલાત આપી હતી.


Loading...
Advertisement