જાવડેકરની 23 લાખની ટનાટન હુન્ડાઈની કોના ઈલેકટ્રીક કાર

19 November 2019 06:22 PM
India
  • જાવડેકરની 23 લાખની ટનાટન હુન્ડાઈની કોના ઈલેકટ્રીક કાર

સંસદ પહોંચ્યા ત્યારે આકર્ષણ જમાવ્યું

નવી દિલ્હી તા.19
સંસદના શિયાળુ સત્રનો પ્રારંભ થઈ ચૂકયો છે. માનવ સંસાધન પ્રધાન પ્રકાશ જાવડેકર એક વિશિષ્ટ કારમાં સંસદ પહોંચ્યા હતા. તેમની કાર દક્ષિણ કોરિયાની ઓટો કંપની હુન્ડાઈની કોના એસયુવી હતી. જાવડેકરે લોકોને ઈલેકટ્રીક કાર અને પબ્લીક ટ્રાન્સપોર્ટમાં મુસાફરી કરવા અપીલ કરી હતી. પરંતુ તેમની પાસે માત્ર આ એક નહીં કેટલીય મોંઘી કાર છે. જાવડેકર મહારાષ્ટ્રના પુણેથી આવે છે. 28 ફેબ્રુઆરી 2018એ તેમણે ચૂંટણી પંચને આપેલી સંપતિની વિગતોમાં ત્રણ કાર હોવાનું જણાવ્યું હતું. જાવડેકરે પોતાના નામે 40 લાખની હોન્ડા હોવાનું જણાવ્યું હતું. એ ઉપરાંત તેમની પત્ની પાસે બે કાર છે. એ પૈકી એક 4 લાખની આઈ10 છે, અને બીજી 23 લાખની મર્સીડીઝ છે.
જાવડેકરની હોન્ડાઈ કોના ઈલેકટ્રીક કાર છે. આ કારમાં ઓટોમેટીક કલાઈમેટ કંટ્રોલ, એલઈડી પ્રોજેકટર હેડલેમ્પ અને ડીઆરએસ, ઈલેકટ્રીક, સનરૂપ, રેન સેન્સીંગ વાઈપર્સ જેવા ફીચર્સમાં કોનામાં 6 એરબેગ, એબીએસ સાથે ઈબીડી, ઈલેકટ્રોનીક સ્ટેબીલીટી કંટ્રોલ, હિલ આસીસ્ટ, ગાઈડલાઈન્સ સામે રિયર કેમેરા અને ટાયર પ્રેસર મોનીટરીંગ સીસ્ટમ સામેલ છે. આ ઈલેકટ્રીક કાર માત્ર 9 સેક્ધડમાં 100 કિમીની ઝડપ પકડે છે. ફુલ ચાર્જ કરવાથી તે 452 કીમી સુધી ચાલી શકે છે. કોના કાર ભારતમાં 9 જુલાઈએ લોંચ કરાઈ હતી. એ વખતે તેની શોરૂમ કિંમત 25-30 લાખ હતી, પણ જીએસટી દર કંપનીએ કિંમત ઘટાડી 23.72 લાખ કરી છે.


Loading...
Advertisement