મરાઠા અનામત સામે સ્ટેનો ઈન્કાર: બંધારણીય કાયદેસરતાની સુનાવણી જાન્યુઆરીમાં

19 November 2019 06:18 PM
Government India
  • મરાઠા અનામત સામે સ્ટેનો ઈન્કાર: બંધારણીય કાયદેસરતાની સુનાવણી જાન્યુઆરીમાં

મહારાષ્ટ્રના આરક્ષણ કાયદાને સુપ્રિમમાં પડકાર

મુંબઈ તા.19
મહારાષ્ટ્રમાં મરાઠા સમુદાયને 16% અનામત આપતા ખરડાને પડકારતી અરજીની સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી થઈ હતી. કોર્ટે આજે આરત્રક્ષણની કાયદેસરતા નકકી કરવા સુનાવણી જાન્યુઆરી સુધી મોકુફ રાખી છે, પણ આરક્ષણ કાયદાના અમલ સામે સ્ટે આપવાનો ઈન્કાર કરતાં આરક્ષણની હાલની જોગવાઈ ચાલુ રહેશે.
રાજયપાલ ભગતસિંહ કોશિયારીએ આ કેસમાં રાજય સરકારનો પક્ષ રજુ કરવા પુર્વ એટર્ની જનરલ મુકુલ રોહતગીની નિમણુંક કરી હતી.
ઉલ્લેખનીય છે કે આરક્ષણ માટે મરાઠા સમાજે લાંબી લડત લડી હતી અને 58 મૌન રેલી કાઢી હતી. એ પછી ફડણવીસ સરકારે મરાઠા સમાજને શિક્ષણ અને નોકરીઓમાં 16% અનામત મંજુર કરી હતી. આ ખરડો વિધાનસભાએ પણ પસાર કર્યો હતો.
સરકારના નિર્ણય સામે મુંબઈ હાઈકોર્ટમાં અરજી થઈ હતી. અરજદારના દાવા મુજબ સુપ્રિમ કોર્ટ દ્વારા નકકી કરાયેલી 50% અનામત મર્યાદાની આ ઉપરવટ છે. જો કે હાઈકોર્ટે એ અરજી નકારી હતી.


Loading...
Advertisement