રૂા.700 કરોડનું અતિવૃષ્ટિ પેકેજ અસ્વીકાર્ય : મુખ્યમંત્રી સમક્ષ કોંગ્રેસના ધારાસભ્યોની માંગ

19 November 2019 06:15 PM
Ahmedabad Gujarat
  • રૂા.700 કરોડનું અતિવૃષ્ટિ પેકેજ અસ્વીકાર્ય : 
મુખ્યમંત્રી સમક્ષ કોંગ્રેસના ધારાસભ્યોની માંગ

ગાંધીનગર તા.19
રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં કૃષિ નુકસાની પાક માટે જાહેર કરવામાં આવેલા 700 કરોડ રૂપિયાના સહાયપેકેજ ના અસંતોષ મામલે ઉત્તર ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યોએ મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરી હતી.
રાજ્યના ઉત્તર ગુજરાતના મહેસાણા, બનાસકાંઠા અને પાટણ જિલ્લાના ખેડૂતોને નુકસાન પામેલા કૃષિ પાક ની સહાય આપવાની રજૂઆત કરવા ઉત્તર ગુજરાત કોંગ્રેસના તમામ ધારાસભ્યો આજે આવેદનપત્ર લઈને મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત માટે આવ્યા હતા .
આ અંગેની માહિતી આપતાં ડો. સી.જે. ચાવડાએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારે અતિવૃષ્ટિના કારણે કૃષિ પાકને થયેલા નુકસાન મામલે તાજેતરમાં 700 કરોડ રૂપિયાનું જે સહાય પેકેજ જાહેર કર્યું છે .
તેમાં ઉત્તર ગુજરાતનો સમાવેશ કરવામાં આવ્યો નથી. અત્રે ઉલ્લેખનીય છે કે ઉત્તર ગુજરાતનો સમાવેશ સહાયપેકેજ માં કરેલ નથી તેવો ઉલ્લેખ સાથે નો આક્ષેપ પણ ધારાસભ્યોએ આવેદનપત્રમાં કર્યો હતો.
આ તબક્કે કોંગ્રેસના ધારાસભ્યોએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર ઉત્તર ગુજરાતના ખેડૂતોને પણ કૃષિ પાકની નુકસાનીનું મળવાપાત્ર વળતર આપે તેવી માંગ કરવા આજે આવ્યા હોવાનો સ્વીકાર કર્યો હતો.
આ ઉપરાંત રવિ પાક માટે નર્મદા તેમજ સુજલામ સુફલામ સહિત અન્ય કેનાલોમાંથી ખેડૂતોને પાણી મળી રહે અને તે માટે પાણી છોડવાની રજૂઆત મુખ્યમંત્રી સમક્ષ કરવામાં આવશે તેમ જણાવ્યું હતુંઅત્રે ઉલ્લેખનીય છે કે ચાલુ વર્ષે અતિવૃષ્ટિ અને વાવાઝોડાના કારણે સમગ્ર ગુજરાતમાં ખેડૂતોના ઉભા પાકને વ્યાપક નુકસાન થયું છે .ત્યારે ઉત્તર ગુજરાતના ખેડૂતોને પણ કૃષિ પાકની નુકસાનીનું વળતર તેમજ તેની સહાય મળી રહે તેવી રજૂઆત ઉત્તર ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યોએ કરી હતી .
મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરવા માટે આજે કોંગ્રેસના ધારાસભ્ય ડો. સી જે.જી.ચાવડા, બળદેવજી ઠાકોર ,ગેનીબેન ઠાકોર ,રઘુભાઈ દેસાઈ ,જશુભાઇ પટેલ કમલેશભાઈ પટેલ સહિત અન્ય ધારાસભ્યો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.


Loading...
Advertisement