મમતા-ઓવૈસી વચ્ચે વાકયુદ્ધ: લઘુમતીઓમાં કટ્ટરતાના આક્ષેપથી હૈદ્રાબાદી નેતા છંછેડાયા

19 November 2019 05:54 PM
India
  • મમતા-ઓવૈસી વચ્ચે વાકયુદ્ધ: લઘુમતીઓમાં કટ્ટરતાના આક્ષેપથી હૈદ્રાબાદી નેતા છંછેડાયા

નવી દિલ્હી તા.19
પશ્ર્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનરજીએ પહેલી જ વાર ‘લઘુમતીની કટ્ટરતા’ સામે રાજયના મુસ્લીમોને સાવધ રહેવા સામે ઓલ ઈન્ડિયા મજલિસ એ ઈતેહાદુલ મુસલમીન (એઈએમઆઈએમ)ના નેતા અસદુદીન ઓવૈસી ભાજપ પાસેથી પૈસા લઈ તેની બી ટીમ તરીકે કામ કરતો હોવાનો સણસણતો આક્ષેપ કર્યો હતો. એ પછી ઓવૈસીએ ટવીટ કરી મમતાને પૂછયું હતું કે ભાજપ બંગાળમાં 18 સીટો કઈ રીતેજીતી ગયો. તેમણે જણાવ્યું હતું કે બંગાળમાં મુસલમાનોને મૂળભૂત માનવીય સુવિધાઓ નહીં મળતી હોવાનો મુદો ઉઠાવવો એ ધાર્મિક કટ્ટરતા નથી.ઓવૈસીએ ટિવટ કરતા જણાવ્યું હતું કે બંગાળમાં મુસલમાનોનું કોઈપણ લઘુમતી માનવ વિકાસ સૂચકાંકોમાં સોંપી ખરાબ સ્થાન હોવું ધાર્મિક કટ્ટરતા નથી.મમતા બેનરજીએ અગાઉ લઘુમતીઓ વચ્ચે કટ્ટરપંથી હોવાનું જણાવી એવા તત્વોને મહત્વ નહીં આપવા બંગાળના મુસ્લીમોને અપીલ કરી હતી.વાસ્તવમાં બંગાળમાં આગામી ચૂંટણીઓ લડવા ઓવૈસીનો પક્ષ તૈયારી કરી રહ્યાના અહેવાલોના સંદર્ભમાં મમતાએ આવો પ્રહાર કર્યો હતો.


Loading...
Advertisement