શિવસેના પર ભાજપનો પલટવાર ‘ગજની’ બની ગયા છે પ્રવકતા

19 November 2019 05:50 PM
India
  • શિવસેના પર ભાજપનો પલટવાર ‘ગજની’ બની ગયા છે પ્રવકતા

વારંવાર બયાન બદલ છે રાઉત: રાવ

મુંબઈ તા.19
શિવસેના દ્વારા સતત ભાજપ પર સામના દ્વારા હુમલા કરવામાં આવી રહ્યા છે ત્યારે હવે ભાજપ પ્રવકતા જીવીએલ નરસિંહરાવે શિવસેના નેતાને ગજની સાથે સરખાવીને પલટવાર કર્યો હતો.
ભાજપ નેતાએ જણાવ્યું હતું કે અમે એ જ છીએ વોકઆઉટ કરીને આપ કેવી રીતે કહી શકો કે આપ હવે ઘરનો ભાગ છો?
તેમણે વધુમાં કહ્યું કે શિવસેનાનાં પ્રવકતા આજકાલ ગજની બની ગયા છે. બે દિવસ પહેલા કંઈક બીજુ અને આજે અલગ બયાન આપી રહ્યા છે.
જીવીએલ રાવે કહ્યું હતું કે અમે મહારાષ્ટ્રની જનતાને એક સારી સરકાર આપવાનો વાયદો કર્યો હતો. જો કોઈએ વાયદાનો ભંગ કર્યો હોય તો તે શિવસેનાએ કર્યો છે રાવે કટાક્ષ કર્યો હતો કે જે પક્ષ પોતાની રાજનીતી માટે પોતાની તકવાદ સતાની ખોજમાં હતા તેઓ કયાંકને કયાંક વિખેરાતા જોવા મળી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે સામનામાં લખવામાં આવ્યું હતું કે શિવસેના એનડીએનાં પ્રારંભીક દિવસોમાં તેનો ભાગ રહી છે જયારે ભાજપ સાથે કોઈ નહોતું આવવા માંગતું ત્યારે શિવસેનાએ તેને સાથ આપ્યો હતો. અત્યારે એક બયાનથી કોઈ અમને એનડીએથી કેવી રીતે અલગ કરી શકે.


Loading...
Advertisement