મગફળીની ખરીદી માટે કિસાનોને વધુ પંદર દિવસનો સમય આપતી સરકાર

19 November 2019 05:47 PM
Ahmedabad Saurashtra
  • મગફળીની ખરીદી માટે કિસાનોને  વધુ પંદર દિવસનો સમય આપતી સરકાર

ગાંધીનગર તા.19
રાજ્યમાં મગફળી પકવતા ખેડૂતોની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવતી મગફળી માં કમોસમી વરસાદના કારણે પડેલા ભેજથી ખેડૂતો વિટંબણા અનુભવી રહ્યા છે તો બીજી તરફ રાજ્ય સરકાર દ્વારા ગઈકાલે મગફળી ખરીદી અને ભેજના મામલે મહત્વની બેઠક મળી હતી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં કેટલાક મહત્વના સૂચનો કરવામાં આવ્યા હતા.
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ગત 1 નવેમ્બરથી ટેકાના ભાવે મગફળી ખરીદી કરવાની શરૂઆત સરકાર દ્વારા કરવામાં આવી હતી પરંતુ રાજ્યમાં પડેલા કમોસમી વરસાદના કારણે મોટાભાગના વિસ્તારોમાં મહામુલી મગફળી પાલડી જવાથી તેમાં ભેજનું પ્રમાણ વધી ગયું હતું જેના કારણે ખેડૂતોની મગફળી ટેકાના ભાવે ખરીદવા સરકાર પણ ચિંતિત હતી.
જોકે ગઈ કાલે બેઠકમાં થયેલી ચર્ચા મુજબ સરકારે એવો નિર્ણય કર્યો છે કે કમોસમી વરસાદના કારણે મગફળી ખરીદી પ્રક્રિયામાં જે બ્રેક લગાવી દેવામાં આવી હતી ત્યારબાદ ગઈકાલથી ફરીથી ટેકાના ભાવે ખરીદી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે પરંતુ વરસાદ ના કારણે મગફળીમાં ભેજ નું પ્રમાણ જોવા મળ્યું છે ત્યારે જે ખેડૂતોનો મગફળી વેચવાનો વારો આવ્યો હોવા છતાં પણ ભેજના કારણે પોતાની મગફળી વેચી શકતા નથી એવા ખેડૂતોને સરકાર 15 દિવસ પછી વધારાની તક આપશે જોકે સરકાર દ્વારા આ તક આપવા છતાં પણ જે ખેડૂત મગફળી વેચવા નહીં આવે તો તેવા ખેડૂતોની મગફળી ડિસેમ્બરમાં ખરીદ કરવામાં આવે તેવી શક્યતાઓ સેવાઇ રહી છે.


Loading...
Advertisement