મહારાષ્ટ્રમાં કોંગ્રેસના 41 ધારાસભ્યો શિવસેના સાથે સરકાર રચવાની તરફેણમાં: મોવડીઓને તાકીદ

19 November 2019 05:46 PM
India Politics
  • મહારાષ્ટ્રમાં કોંગ્રેસના 41 ધારાસભ્યો શિવસેના સાથે સરકાર રચવાની તરફેણમાં: મોવડીઓને તાકીદ

નહી તો પક્ષમાં ભંગાણની શકયતા: ગર્ભીત ચેતવણી : ફકત ત્રણ સિનીયર ધારાસભ્યો જ સેનાથી અંતર રાખવા માંગે છે: આજની બેઠક રદ થતા આક્રોશ

નવી દિલ્હી: મહારાષ્ટ્રમાં શિવસેના સાથે સરકાર રચવા મુદે કોંગ્રેસ મોવડીમંડળ જે દ્વીધામાં છે અને આજે પણ કોંગ્રેસ અને એનસીપીની બેઠક મુલત્વી રહેતા હવે મહારાષ્ટ્ર કોંગ્રેસના ધારાસભ્યોએ પક્ષના મોવડીમંડળને જે કંઈ નિર્ણય લેવો હોય તે ઝડપથી લેવા નહીતર પક્ષને જબરુ નુકશાન થશે તેવી ચેતવણી આપી છે.
દિલ્હીમાં સોનિયા વચ્ચેની બેઠકમાં આ પ્રકારની ચર્ચા થઈ જ નથી તેમા એનસીપીના વડા શરદ પવારના વિધાનોથી કોંગ્રેસના ધારાસભ્યો ભડકી ગયા છે. સૂત્રોના જણાવ્યા મુજબ કોંગ્રેસના 44માંથી 41 ધારાસભ્યો સેના સાથે જવાના પક્ષમાં છે.
ફકત ત્રણ ધારાસભ્યો જ વિરોધ કરી રહ્યા છે. જેમાં બે પુર્વ મુખ્યમંત્રીમાં છે. જેઓને સરકારમાં સામેલ થવાની તક મળનારની આજે એનસીપી-કોંગ્રેસની બેઠક મળવાની હતી પણ ઈન્દીરા ગાંધીની પુણ્યતિથિ નિમિતે કોંગ્રેસના નેતાઓ વ્યસ્ત હોવાથી તેઓની બેઠક મુલત્વી રખાઈ હતી.

Image result for mohan bhagwat

ઝઘડાથી ભાજપ-શિવસેના બન્નેને નુકશાન: ભાગવત
નાગપુર: મહારાષ્ટ્રમાં સરકાર રચવા મુદે ભાજપ-શિવસેના વચ્ચેના વિવાદને કમનસીબ ગણાવતા આરએસએસના વડા મોહન ભાગવતે કહ્યું કે આ પ્રકારના ઝગડાથી બન્ને પક્ષોને નુકશાન થશે. ભાગવતે કહ્યું કે આ પ્રકારના સ્વાર્થી વલણથી બન્ને પક્ષોને નુકશાન થશે. મહારાષ્ટ્રના હિતમાં બન્ને પક્ષો સાથે આવે તે જરૂરી છે.


Loading...
Advertisement