જામનગર મહાનગરપાલિકાની મિલકત વેરાની આવકમાં વધારો કરવા કવાયત

19 November 2019 05:44 PM
Jamnagar
  • જામનગર મહાનગરપાલિકાની મિલકત વેરાની આવકમાં વધારો કરવા કવાયત

જામનગર તા.19
જામનગર મહાનગરપાલિકા દ્વારા ગત વર્ષથી ચાલતી ચતુવિર્ષય આકારણીની કામગીરી અંતિમ તબક્કામાં પહોંચી છે. જે પૂર્ણ થયે મ્યુ.કોર્પો.ને મિલ્કત વેરાની આવકમાં જંગી વધારો થવા પામશે. તેવો અંદાજ અધિકારી દ્વારા વ્યકત કરવામાં આવ્યો છે.
હદ વધ્યા પછી અને નવા સીમાંકન બાદ જામનગર મહાનગર પાલિકા દ્વારા શહેરના 16 વોર્ડમાં પથરાયેલી રહેણાંક, બીન રહેણાંક મિલ્કતોના કારપેટ બેઇઝ વેરા ઉઘરાવવા આકારણીની કામગીરી ગત વર્ષથી ચાલુ હતી. જેમાં શહેરની નોંધાયેલી 2.57 લાખ મિલ્કતોમાંથી 1.45 લાખ મિલ્કતોનો સર્વે થઇ ચુકયો છે. જેમાં 20 ટકા જેટલો ક્ષેત્રફળનો વધારો નોંધાયો છે. જેને કારણે મહાનગર પાલિકાને આગામી સમયમાં ટેકસની આવકમાં વધારો થશે. થોડા દિવસોથી શહેરના પાંચ વોર્ડમાં પણ આ કામગીરી ચાલુ કરવામાં આવી છે. સર્વેનું કાર્ય પુરૂ થશે તે બાદ લોકોને વાંધા-સુચનો રજૂ કરવા નોટીસ જારી કરવામાં આવશે. ત્યાર બાદ આગામી નાણાકીય વર્ષના બીલ બજવણીની કામગીરી હાથ ધરવામાં આવશે. મ્યુ.કોર્પો.દ્વારા તા.1 એપ્રિલ 2018થી ચુતર્વર્ષિય આકારણીના સર્વેનો આરંભ કરવામાં આવ્યો હતો. જેના ભાગ રૂપે શહેરના 11 વોર્ડ વિસ્તારોની મિલ્કતોનો સર્વે કરી લેવામાં આવ્યો છે.
હાલમાં મિલ્કવેરા શાખના ક્રમ મુજબના વોર્ડ નં.1, 2, 5, 17 અને 18માં આ કામગીરી ચાલુ છે. જેમાં આવેલા કર્મચારીઓને નળ કનેકશન, એડ્રેસ, માલિકીની અને ભાડુઆતોની વિગતો, રહેણાં કઅને બીન રહેણાંક, કોમર્શીયલ, ઔધ્યોગિક વપરાશોની વિગતો, પરફેકટ સરનામાની વિગતો આપવા તંત્રએ અનુરોધ કર્યો છે. ડીસેમ્બર સુધીમાં આ સર્વેની કામગીરી પુરી થયા બાદ જે જે મિલ્કતોના ક્ષેત્રફળમાં વધારો જણાય છે. તે તે મિલ્કત ધારકોને શો-કોઝ નોટીસ પાઠવીને તેના હિયરીંગ થશે. ત્યાર બાદ તા.1 એપ્રિલ 2020થી નવી આકારણી મુજબના વેરાના બીલો અપાશે. તેમ મિલ્કતવેરા શાખા દ્વારા જાણવા મળે છે.


Loading...
Advertisement