ધ્રોલની સગીરા અપહરણ પ્રકરણનો આરોપી રાજકોટથી પકડાયો

19 November 2019 05:43 PM
Jamnagar Crime
  • ધ્રોલની સગીરા અપહરણ પ્રકરણનો આરોપી રાજકોટથી પકડાયો

તાજેતરમાં જ સગીરા મળી હતી ઉતરપ્રદેશના મથુરાથી, આરોપી મેટોડામાં કરતો હતો મજુરી કામ

જામનગર તા.19
જામનગર જીલ્લાના ધ્રોલ તાલુકા મથકે એક સગીરાના અપહરણ પ્રકરણમાં પોલીસે રાજકોટના મેટોડા ખાતેથી મજુરી કામ કરતા પરપ્રાંતીય સખ્સની ધરપકડ કરી છે. સગીરાનું અપહરણ કરી આરોપી લગ્નની લાલચે વતન ઉતરપ્રદેશ લઇ ગયા બાદ સગીરાને છોડી અહી આવી ગયો હતો. પોલીસે મથુરા પોલીસની મદદથી સગીરાનો કબજો સંભાળ્યો હતો ત્યારબાદ આરોપીને દબોચી લેવાયો છે.
ધ્રોલ તાલુકા મથકે તાજેતરમાં એક સગીરા અપહરણ પ્રકરણનો ગુનો નોંધાયો હતો. આ ફરિયાદ બાદ પોલીસે મોબાઈલ લોકેશનના આધારે તપાસ હાથ ધરી હતી. દરમિયાન ધ્રોલ પીએસઆઇ વી.કે. ગઢવી સહીતની ટીમને ભોગગ્રસ્ત અપહ્યત સગીરા ઉતર પ્રદેશમાં હોવાની બાતમી મળી હતી જેથી ટેકનીકલ સર્વેલન્સના આધારે મોબાઇલ લોકેશન મેળવીને પોલીસે તપાસનો દૌર આગળ ધપાવ્યો હતો. જેમાં મથુરા રેલ્વે પોલીસની મદદથી ધ્રોલ પોલીસની ટીમે સગીરાનો મથુરા રેલ્વે સ્ટેશન પાસેથી કબજો મેળવી પરત ધ્રોલ લાવી હતી. જયારે સગીરાનું અપહરણ કરનાર સખ્સ રાજકોટ પંથકમાં હોવાની હકીકતના આધારે પોલીસે મેટોડા ખાતેથી ઉત્તરપ્રદેશ રામરૂપ શિવનંદન બાબુરામ લોઘેને પકડી પાડ્યો હતો. પોલીસે સંકજામાં લઇ પુછપરછ સાથે વધુ તપાસ હાથ ધરી છે. આરોપી સામે પોકસોની કલમ પણ ઉમેરવામાં આવી છે.


Loading...
Advertisement