ભારતની ધર્મનિરપેક્ષતાની ગરીમાસમ ચુકાદાનું સ્વાગત કરતાં પદ્મશ્રી ડો.કે.એમ.આચાર્ય

19 November 2019 05:42 PM
Jamnagar

જામનગર તા.19: 491 વર્ષ જૂના રામ જન્મભૂમિ-બાબરી મસ્જિીદના અતિ વિવાદિત અને વિલંબીત પ્રકરણમાં સામાજિક, ધાર્મિક અને રાજકીય વિવાદનો સુપ્રિમકોર્ટના ન્યાયમંદિરમાં વિધાન પાંચ ન્યાયમૂર્તિઓના સર્વમાન્ય ઐતિહાસિક ચુકાદો ભારત તેમજ સમગ્ર વિશ્ર્વમાં સમગ્રતયા ન્યાયિક ચુકાદા તરીકે સ્થાન પામશે, ભારતના લોકોએ આ ચુકાદાને લઇને જે સમજદારી, વિવેક, કોમીએકતા દાખાવ્યા છે, તે અદભૂત છે. આપણા ધર્મનિરપેક્ષ લોકતંત્રની પરીપકવતા દર્શાવી. આ ચુકાદાથી શાંતિ, સૌહાર્દ, ભાઇચારો વિશેષ મજબુત બનશે. સામાજિક તાણાવાણા વધુ દૃઢ થશે. ભારતે સમગ્ર વિશ્ર્વ સમક્ષ વિશ્ર્વબંધુત્વનું અસાધારણ ઉદાહરણ પૂરૂ પાડયું છે.
હવે અયોધ્યામાં રામ અને રહીમ સાથે જ રહેશે. આ ઐતિહાસ્કિ, ન્યાયિક ચુકાદાને પદ્મશ્રી કે.કે.એમ.આચાર્યએ આવકાર્યો છે.


Loading...
Advertisement