જામનગરમાંથી સપ્તાહ પૂર્વે મહિલા ગુમ

19 November 2019 05:41 PM
Jamnagar Crime
  • જામનગરમાંથી સપ્તાહ પૂર્વે મહિલા ગુમ

જામનગર તા.19: જામનગરમાં રામેશ્ર્વર નગર વિસ્તારમાં ક્રિષ્ના પાર્ક શેરી.નં.3, રામાપીરના મંદિર પાસે રહેતા હંસાબેન હેમંતભાઇ ઝાલા (ઉ.વ.45) ગત તા.7મી ના રોજ સાંજે 6 વાગ્યે આસપાસ કોઇ ને કહ્યા વગર ઘરેથી ગુમ થઇ ગયા છે. લીલા કલરની સાડી પહેરેલ અને મધ્યમ બાંધો ધરાવતા હંસાબેન ગુજરાતી અને હિન્દી ભાષા બોલે છે. માતા ગુમ થઇ જતા પુત્ર દિલીપભાઇએ સીટી બી ડીવીઝન પોલીસ દફતરમાં ગુમ નોંધ લખાવી છે. આ મહિલાનું કોઇને ભાળ મળે તો સીટી બી ડીવીઝન પોલીસ દફતર અથવા નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા પોલીસની યાદીમાં જણાવાયું છે.


Loading...
Advertisement