રાજકોટ: લોક આક્રોશનો પડઘો! પેલેસરોડ ગુંદાવાડીમાં ખાડા રાતોરાત બુરાઈ ગયા: હેલ્મેટમાં પણ આવ

19 November 2019 05:38 PM
Rajkot Saurashtra
  • રાજકોટ: લોક આક્રોશનો પડઘો! પેલેસરોડ ગુંદાવાડીમાં ખાડા રાતોરાત બુરાઈ ગયા: હેલ્મેટમાં પણ આવ
  • રાજકોટ: લોક આક્રોશનો પડઘો! પેલેસરોડ ગુંદાવાડીમાં ખાડા રાતોરાત બુરાઈ ગયા: હેલ્મેટમાં પણ આવ
  • રાજકોટ: લોક આક્રોશનો પડઘો! પેલેસરોડ ગુંદાવાડીમાં ખાડા રાતોરાત બુરાઈ ગયા: હેલ્મેટમાં પણ આવ
  • રાજકોટ: લોક આક્રોશનો પડઘો! પેલેસરોડ ગુંદાવાડીમાં ખાડા રાતોરાત બુરાઈ ગયા: હેલ્મેટમાં પણ આવ

જુના રાજકોટનાં કોઠારીયા નાકા રોડ, પેલેસ રોડ, ગુંદાવાડી વિસ્તારમાં વહીવટી તંત્રે માર્ગો ખોદી નાખતા વેપારીઓ, લતાવાસીઓ, રાહદારીઓ, વાહન ચાલકો ત્રાહીમામ પોકારી ગયા હતા. લોકોની વેદનાને ગઈકાલે "સાંજ સમાચારે” વાચા આપતા અને અખબારી અહેવાલની વહીવટી તંત્ર પર તાત્કાલીક અસર થઈ હતી અને રાતોરાત આ ખાડા બુરાઈ ગયા હતા અને લોકોને રાહત થઈ હતી.
ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાંક દિવસથી જુના રાજકોટનાં ગુંદાવાડી, કોઠારીયા નાકા, પેલેસ રોડ, વિસ્તારમાં વહીવટી તંત્ર દ્વારા માર્ગો ખોદી નાખવામાં આવ્યા હતા. જેના કારણે આ વિસ્તારમાં રહેતા અને ધંધો કરતાં લોકો ત્રાહીમામ પોકારી ગયા હતા. માર્ગો ખોદી નાખેલા હોવાથી નાના-મોટા અકસ્માતો થતા હતા તો આ માર્ગો પરથી પસાર થતા વાહન ચાલકોનાં વાહનો અને ખુદ વાહન ચાલકોનાં મકોડા ઢીલા થઈ જતા હતા. પેટ્રોલનો ધૂમાડો થતો હતો અને આ ધૂમાડો વાયુ પ્રદુષણ ફેલાવતો હતો જે જન આરોગ્ય સામે ખતરો પેદા કરતો હતો.
આ સમસ્યાનો ભોગ બનેલા લોકોની પરેશાનીને ગઈકાલે "સાંજ સમાચાર” વાચા આપતા વહીવટી તંત્ર પર તેની તાત્કાલીક અસર થઈ હતી અને રાતોરાત માર્ગો પરના ખાડા બુરી રસ્તા સમથળ બનતા વાહન ચાલકો, વેપારીઓ અને લતાવાસીઓએ રાહતનો દમ ખેંચ્યો હતો.
વહીવટી તંત્રે આ મામલે લોકોની પરેશાની સમજી તાત્કાલીક પગલાં લીધા તે આવકાર્ય અને પ્રસંસનીય બાબત છે.
આજ રીતે છેલ્લા કેટલાંક દિવસોથી પ્રજા હેલ્મેટ મામલે પરેશાન છે અલબત, હેલ્મેટ પહેરવી એ આખરે તો વાહન ચાલકોના ફાયદામાં છે પણ સીટી વિસ્તારમાં હેલ્મેટના કારણે અનેક સમસ્યાઓ પેદા થતી હોવાની ફરીયાદો છે. ખાસ કરીને સિનિયર સીટીઝનને હેલ્મેટ પહેરી ડ્રાઈવીંગ કરવામાં મુશ્કેલી પડે છે.
વળી હેલ્મેટ આજુબાજુથી ઢંકાયેલા હોઈ સાઈડમાંથી પસાર થતા વાહનોનું સ્પષ્ટ વિઝન ન મળવાથી અકસ્માતની સંભાવના વધી જાય છે.હેલ્મેટ ફરજીયાતને બદલે મરજીયાત હોવી જોઈએ તેમ બહુમતી વર્ગ માને છે.
હેલ્મેટ મામલે લોકોમાં આક્રોશ ફાટી નીકળે એ પહેલા સરકારી તંત્રે તાકીદે યોગ્ય કરવુ જોઈએ. હેલ્મેટનો ઉપયોગ લોકોના માથાની સલામતીનો છે તો તે માટે જન જાગૃતિ ફેલાવવી ઘટે. દંડનું હથીયાર ઉગામવાથી ભવિષ્યમાં લોક રોષ ફાટી નીકળવાની સંભાવના છે. જે વોટ બેન્કમાં પણ ગાબડા પાડી શકે, આ મામલે રાજય સરકાર પુન: વિચાર કરે તેવો લોકમત છે.


Loading...
Advertisement