રાજકોટના આમ્રપાલી ફાટકને લઈને વેપારીઓ-રહેવાસીઓ ત્રાહીમામ: સર્વિસ રોડ મોટા કરો

19 November 2019 05:25 PM
Rajkot Saurashtra
  • રાજકોટના આમ્રપાલી ફાટકને લઈને વેપારીઓ-રહેવાસીઓ ત્રાહીમામ: સર્વિસ રોડ મોટા કરો

અંડરબ્રીજ પ્રોજેકટ વચ્ચે 9 સૂચનો કરતી કોંગ્રેસ: મેયર બંગલા તરફનું ફાટક ખુલ્લુ રાખવાની જરૂર: કમિશ્ર્નર અગ્રવાલને આવેદનપત્ર

રાજકોટ તા.19
રાજકોટની મધ્યમાં આવેલા અને બ્રીજની તાતી જરૂર વાળા આમ્રપાલી ફાટકે અંતે અંડરબ્રીજ પ્રોજેકટનું મુહૂર્ત આવી જતા વર્ષો જુની ટ્રાફિક સમસ્યા હલ થવાની છે. પરંતુ અંદાજીત બેક વર્ષ સુધી ચાલનારી યોજનાથી મોટા રહેણાક વિસ્તારમાં રહેતા નાગરિકો અને દુકાનદારોને ભારે હાલાકી શરૂ થઈ ગઈ હોય દેકારો બોલી રહ્યો છે. સર્વિસ રોડ સહિતના પ્રશ્ર્નો ઉભા થઈ ગયા હોય આજે વોર્ડ નં.2 કોંગ્રેસના આગેવાનો અને વેપારીઓ દ્વારા મ્યુનિ. કમિશ્નરને આવેદનપત્ર પાઠવી મહત્વના સુચનો કરવામાં આવ્યા છે. અન્યથા વેપારીઓ અને વિસ્તારના લોકો ખુબ હેરાન થવાની ભીતિ વ્યકત કરવામાં આવી છે.
કોંગ્રેસ અગ્રણી અને આર્કીટેકટ પ્રદીપભાઈ ત્રિવેદી, લતાવાસીઓ અને વેપારીઓએ આજે વેસ્ટ ઝોન ખાતે મ્યુનિ. કમિશ્નરને આવેદનપત્ર પાઠવ્યું હતું. તેમાં અંડરબ્રીજના કામથી લોકોને પડવા લાગેલી મુશ્કેલીઓ અંગે નવ મુદ્દાનું ધ્યાન દોરવામાં આવ્યું છે. રૈયા રોડ તદન બંધ થતા ભારે હાલાકી ઉભી થઈ હોય રસ્તો કાઢવા કમિશ્નર ઉદિત અગ્રવાલને વિનંતી કરાઈ છે.
રસ્તાની આડશની પહોળાઈ વધુમાં વધુ રાખી વેપારીઓ અને રાહદારીઓની સગવડતાને પ્રાથમિકતા આપવા કોન્ટ્રાકટરને સૂચના આપવાની જરૂર છે. સર્વિસ રોડની પહોળાઈ લઘુતમ 20 ફૂટ રાખવામાં આવે તો જ અવર જવર સરળ થાય તેમ છે. પ્રોજેકટનું કામ ચાલુ રહે ત્યાં સુધી મેયર બંગલા તરફ વાળુ જુનુ ફાટક વૈકલ્પીક રીતે ચાલુ રાખવા, રૈયા અને કાલાવડ રોડ વચ્ચે વૈશાલી નગરમાંથી પણ હંગામી ફાટક ચાલુ રાખવાની જરૂર છે.
આગામી ચોમાસાને અને અન્ય બ્રીજની હાલત ધ્યાને લઈ અહીં એડવાન્સમાં પાણી નિકાલની વ્યવસ્થા ગોઠવવા, ઢાળ વડીલો, રાહદારીઓ અને સાયકલ સ્વારો માટે સુગમ રાખવાની જરૂર રહેશે.
વધુ સ્ટ્રીટલાઈટ, સલામતીના પગલા અને સમય મર્યાદામાં કામ થાય તેવી વિસ્તારના લોકોની અપેક્ષા છે.
પતરાની આડશો બાંધતા પહેલા લાઈટ પોલ, ટ્રીગાર્ડ, ભૂગર્ભ પાઈપલાઈન તથા અન્ય અડચણો એડવાન્સમાં દુર કરી
રાહદારીઓની સુવિધાનું ધ્યાન રાખવા અને સમયે કામ પુરૂ થાય તે માટે મોનીટરીંગ સુનિશ્ર્ચિત કરવા અંતમાં અનુરોધ કરવામાં આવ્યો છે.

રૈયા રોડ પર બ્રીજના કામના કારણે ચાર રૂટની સીટી બસ માટે નવા સ્ટોપ
આમ્રપાલી ફાટકે રેલ્વે તંત્ર દ્વારા અંડરબ્રીજનું કામ શરૂ થયું છે ત્યારે રૈયા રોડ પર આ કટકામાંથી પસાર થતી સીટી બસ માટે આગળ ચાર બસ સ્ટોપ લોકો માટે નિયત કરવામાં આવ્યાનું આજે મહાપાલિકાએ સત્તાવાર યાદીમાં જણાવ્યું છે.
અંડરબ્રીજનું કામ શરૂ થતા સીટી બસ નં. 5 રૈયાથી ત્રંબા, નં.7 બજરંગવાડીથી ભકિતનગર સર્કલ, નં.22 શાંતિનિકેતન રૈયાથી માર્કેટ યાર્ડ અને નં.27 ત્રિકોણબાગથી રૈયાધારની બસને કિશાનપરા ચોકથી કાલાવડ રોડ પર કોટેચા સર્કલ સુધી, નિર્મલા કોન્વેન્ટ રોડથી હનુમાન મઢી સુધી અને ત્યારબાદ રૈયા રોડ પર આગળની તરફ તેના નિયત રૂટ પર થઈને ચલાવવામાં આવશે. રીટર્નમાં પણ આ જ રૂટ રહેશે.
આ રૂટ પર ચાર બસ સ્ટોપ નકકી કરવામાં આવ્યા છે. તેમાં કાલાવડ રોડ સ્વામિનારાયણ મંદિર, કોટેચા ચોક, નિર્મળા રોડ ફાયરબ્રીગેડ અને નિર્મલા કોન્વેન્ટ સ્કુલનો સમાવેશ થાય છે.

Loading...
Advertisement