એસ્ટેટ શાખા ધગી: રેંકડી-કેબીન સહિત 287 દબાણો જપ્ત કરાયા

19 November 2019 05:17 PM
Rajkot Saurashtra
  • એસ્ટેટ શાખા ધગી: રેંકડી-કેબીન સહિત 287 દબાણો જપ્ત કરાયા

1.80 લાખનો દંડ પણ લીધો

રાજકોટ તા.19
મહાપાલિકાની એસ્ટેટ શાખાએ રસ્તા પરના દબાણો હટાવીને દંડ વસુલવાની કડક કામગીરી કરતા છેલ્લા અઠવાડીયામાં 287થી વધુ દબાણો જપ્ત કરીને રૂા.1.80 લાખ જેટલો દંડ પણ વસુલ કર્યો છે.
એસ્ટેટ વિભાગે પંચનાથ પ્લોટ, મવડી, રામાપીર રોડ, રૈયાધાર, યુનિ. રોડ, જયુબીલી રોડ, સાધુ વાસવાણી રોડ વગેરે માર્ગ પરથી 43 રેંકડી કેબીન જપ્ત કર્યા હતા. જયારે કાલાવડ રોડ, જંકશન, મઢી, હોસ્પિટલ ચોક, દેવપરા, કુવાડવા રોડ, ટાગોર રોડ, આમ્રપાલી ફાટક, શાસ્ત્રી
મેદાન રોડ પરથી 244 પરચુરણ સામાન અને 25 બોર્ડ બેનર જપ્ત કર્યા હતા.
મંડપ બદલ રૂા.12750 અને વહીવટી ચાર્જ પેટે રૂા.1.67 લાખ વસુલ કરવામાં આવ્યા છે. કોલ સેન્ટર અને સીસી ટીવીની ફરીયાદો દુર કરી સર્વેશ્ર્વર ચોકના પાર્કિંગ એરીયામાંથી પણ માલ સામાન જપ્ત કરાયાનું એસ્ટેટ અધિકારી બી.બી. જાડેજાએ જણાવ્યું હતું.


Loading...
Advertisement