રાજકોટ: નવી સિવિલમાં પ્રથમવાર કેથલેસ-કાર્ડિયાક સારવાર; ગ્રેસ્ટ્રો-એન્ડોક્રાઈનોલોજી પણ શરૂ થશે!

19 November 2019 05:03 PM
Rajkot Saurashtra
  • રાજકોટ: નવી સિવિલમાં પ્રથમવાર કેથલેસ-કાર્ડિયાક સારવાર; ગ્રેસ્ટ્રો-એન્ડોક્રાઈનોલોજી પણ શરૂ થશે!
  • રાજકોટ: નવી સિવિલમાં પ્રથમવાર કેથલેસ-કાર્ડિયાક સારવાર; ગ્રેસ્ટ્રો-એન્ડોક્રાઈનોલોજી પણ શરૂ થશે!

નવેમ્બરના અંત સુધીમાં કામ પુરૂ કરો; ડિસેમ્બરમાં લોકાર્પણની તૈયારી : હાર્ટકેર માટે ખાનગી હોસ્પિટલને ટકકર મારે તેવી સારવાર; 40 બેડની સુવિધા; ડાયાલીસીસ માટે હાઈટેક મશીન; આઠ નવા ઓપરેશન થીયેટરો

રાજકોટ તા.19
સૌરાષ્ટ્રના પાટનગર મનાતા રાજકોટમાં અદ્યતન અને નવી ટેકનોલોજી વાળા સાધનો સહિતની પ્રધાનમંત્રીની સહાયથી નવનિર્મિત સિવિલ હોસ્પિટલમાં પ્રથમ વખત સૌરાષ્ટ્રવાસીઓને કાર્ડિયાકની અદ્યતન કેથલેસ સારવારનો લાભ મળશે સાથો સાથ સિવિલ હોસ્પિટલમાં ગેસ્ટ્રો- એન્ડોક્રોનોલોજીની પણ નિષ્ણાત તબીબોની સેવા મળશે. જે આમ સામાન્ય પ્રજાજનોને ખુબ જ ઉપયોગી પુરવાર થશે. રાજકોટની નવી સિવિલ હોસ્પિટલ તૈયાર થઈ ચુકી છે. અમુક કામો બાકી છે. જે નવેમ્બર માસના અંત સુધીમાં પુરી કરી દેવામાં આવશે અને આવતા મહિને જાહેર જનતાના લાભ માટે શરૂ કરી દેવામાં આવશે તેવું સિવિલ હોસ્પિટલના અધિક્ષક ડં. મનિષ મહેતાએ ‘સાંજ સમાચાર’ સાથેની વાતચીત દરમ્યાન જણાવ્યું છે. ગઈકાલે સિવિલ હોસ્પિટલના બાકી કામો મુદે જિલ્લા કલેકટર રેમ્યા મોહને મુલાકાત કરી બાકી રહેલા તમામ કામો નવા ઓપરેશન થીયેટરો ઝડપથી તૈયાર કરવા સુચના આપી હતી. તેમની સાથે મેડિકલ કોલેજના ડીન પણ જોડાયા હતા.


રાજકોટમાં હાલની જુની સિવિલ હોસ્પિટલને તોડી પ્રધાનમંત્રીની 120 કરોડ અને રાજય સરકારની 30 કરોડ મળી 150 કરોડના ખર્ચે સાત માળની નવી સિવિલ હોસ્પિટલ તૈયાર કરવામાં આવી છે. આ નવી સિવિલ હોસ્પિટલમાં સોલાર સીસ્ટમ સુવિધા અને ગ્રીન બિલ્ડીંગના ક્ધસેપ્ટ ઉપરથી બનાવવામાં આવ્યું છે. નવી સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધી ઉપલબ્ધ ન હતી તેવી કાર્ડિયાક માટેની કેશલેસ સારવાર ઉપરાંત ગેસ્ટ્રો અને એન્ડોક્રાઈનોલોજી સારવાર ઉપલબ્ધ થશે. આઠ પ્રકારની સુપર સ્પેશ્યાલિસ્ટ તબિબોની સેવાઓ દર્દીઓને મળશે તેવું જણાવતા અધિક્ષક ડો. મનિષ મહેતાએ વધુમાં ઉમેર્યુ હતું કે નવી સિવિલ હોસ્પિટલ ડિસેમ્બર માસમાં લોકાર્પણ કરાશે અને બાકી રહેતાતમામ કામો ચાલુ મહિનાના અંત સુધીમાં પુરી કરી દેવાની તજવીજ ચાલે છે.
રાજકોટની નવી સિવિલ હોસ્પિટલની ગઈકાલે જિલ્લા કલેકટર રેમ્યા મોહને મુલાકાત લઈ બાકી ચર્ચાતી વિગતો મેળવી સમિક્ષા કરી હતી. હવે આઠ નવા ઓપરેશન થીયેટરોના કામ ઝડપથી પુરા કરવા સુચના અપાઈ હતી. નવી સિવિલમાં પ્રથમ વખત આઈસીયુ માટે 40 નવા બેડની સગવડતા કરવામાં આવી છે. યુરોલોજીનારોગો માટે નવા સાધનો અને ડાયાલિસિસ માટે નવી ટેકનિક વાળા આઠ મશીનો વસાવવામાં આવ્યા છે જે દર્દીઓ માટે આશિર્વાદ રૂપ બનશે. ગેસ્ટ્રોલોજી (પેટના રોગના દર્દો) તેમજ એન્ડોક્રાઈનોલોજીની નવી ટેકનિક સભર નિષ્ણાંત સુપર સ્પેશ્યાલિસ્ટ તબિબોની સારવાર લોકોને મળી રહેશે.
દરમ્યાન નવી સિવિલ હોસ્પિટલમાં આઠ પ્રકારના જટિલ રોગોની સારવાર માટે સુપર સ્પેશ્યાલિસ્ટ તબિબોની નિમણુંકની સાથોસાથ વધારાની 16 બેઠકો પોસ્ટ ગ્રેજયુએટ માટે ઉપલબ્ધ થશે. એટલે કે એમ.ડી./ એમ.એસ.ની બેઠકો વધશે ઉપરાંત નવી સિવિલ હોસ્પિટલનું બાંધકામ થ્રી સ્ટાર રેન્કીંગ પ્રકારનું કરવામાં આવ્યું છે. આ નવી સિવિલ હોસ્પિટલનું કામ 8-5-2017થી શરૂ કરવામાં આવ્યું હતું. બેઝમેન્ટ, ગ્રાઉન્ડ ફલોર ઉપરાંત 6 માળ બનાવાયા છે. 20,000 સ્કેવર મીટરમાં આ નવું બિલ્ડીંગ 150 કરોડના ખર્ચે તૈયાર થયું છે તેવું જણાવાયું છે.


Loading...
Advertisement