લગ્ન પૂર્વે પ્રી-વેડિંગ વિડીઓ અને ફોટો શૂટનો જમાનો

19 November 2019 04:13 PM
Jamnagar Saurashtra
  • લગ્ન પૂર્વે પ્રી-વેડિંગ વિડીઓ અને  ફોટો શૂટનો જમાનો
  • લગ્ન પૂર્વે પ્રી-વેડિંગ વિડીઓ અને  ફોટો શૂટનો જમાનો
  • લગ્ન પૂર્વે પ્રી-વેડિંગ વિડીઓ અને  ફોટો શૂટનો જમાનો
  • લગ્ન પૂર્વે પ્રી-વેડિંગ વિડીઓ અને  ફોટો શૂટનો જમાનો

જામનગરમાં રણમલ તળાવબન્યું સ્પેશીયલ ડેસ્ટીનેશન, ઘુમલી દ્વારકા આસપાસનો દરિયા કિનારો અને ગ્રામ્યની લીલી હરીયાળી બની આકર્ષણનું કેન્દ્ર: એક સોંગ પાછળ વીસ થી અડધા લાખ ખર્ચી નાખવા યુવાધન અચકાતું નથી

નથુ રામડા
જામનગર તા.19
હિંદુ સંસ્કૃતિના 16 સંસ્કાર પૈકોનો સૌથી અગત્યનો એવો એક સંસ્કાર એટલે લગ્ન, જયારે સામાજિક જીવનની વિધિવત શરૂઆત થઇ છે ત્યારથી લગ્ન સંસ્કારનું મહત્વ રહ્યું છે. બે પેઢીઓ માટે નિમિત બનતો લગ્ન પ્રસંગ કોઈ પણ ધર્મ અને સંસ્કૃતિ માટે અનોખી ખુસીનો પ્રસંગ બને છે. આ પ્રસંગમાં સમયે સમયે કૈક નવું નવું ઉમેરાયું છે. શરૂઆતમાં શાસ્ત્રોક્ત વિધિ જ આ પ્રસંગ સાથે જોડાયેલ હતી ત્યારબાદ સમયે સમયે નવું નવું ઉમેરાતું ગયું, પ્રથમ લાડી સાથે ગાડી જ જોડાયેલ હતી, પરંતુ ધીમે ધીમે આતશબાજી, બેન્ડપાર્ટી, ફોટો અને વિડીઓગ્રાફી ઉમેરાઈ ગઈ, પોતાના જીવનની આ યાદગાર પળોને પેઢીઓ સુધી સાચવી રાખવા ફોટો-અને વિડીયો ગ્રાફીનો એક દોર શરુ થયો. આ દોરમાં માંગલિક પ્રસંગને અનુરૂપ અને ટેકનોલોજીના મિશ્રણવાળું નવું તત્વ ઉમેરાતું ગયું, આજે ફોટો અને વિડીઓગ્રાફીથી એક સ્ટેપ આગળ નીકળી નવયુગલમાં પ્રિ-વેડિંગ ફોટો અને વિડીઓગ્રાફી આકર્ષણનું કેન્દ્ર બની છે. જામનગરમાં પણ વેડિંગશૂટએ યુવાહૈયાઓને આકર્ષણ જગાવ્યું છે.

કોઈ પણ સંસ્કૃતિ કે ધર્મ હોય, લગ્નની ઉજવણી તમામ સંસ્કૃતી અને ધર માટે ખુસી અને અનોખો પ્રસંગ બની રહે છે. સમાજ અને સંસ્કૃતિના સવર્ધન માટેનો આ પ્રસંગ યાદગાર બની રહે એમ કોઈ પણ ઇચ્છે છે. પ્રથમ માત્ર ચાર-પાંચ કે જે તે બે પરિવાર અને નજીકના સગા-સબંધીઓ વચ્ચે ઉજવાતો પ્રસંગ હતો. પરંતુ જેમ જેમ સમય વીતતો ગયો તેમ આ પ્રસગની ઉજવણી અને રીત રસમો પણ બદલતી રહી છે. હાલ લગ્ન પ્રસંગ એક એવો પ્રસંગ બની ગયો છે જેમાં જેટલો ખર્ચ કરવો હોય એટલો ખર્ચ કરવામાં જરાય સંકોચાતો નથી આજનો સમાજ અને યુવાધન, પ્રથમ માત્ર શાસ્ત્રોક્ત વિધિ અને જમણવાર પુરતો સીમિત રહેતો આ પ્રસંગ સમયની સાથે નવા નવા રૂપમાં વેચાતો આવ્યો છે. હાલ જે ઘરમાં લગ્ન હોય ત્યાં એક માસ સુધી ઉજાણી થાય છે. દર દિવસે અને રાત્રે સામાજિક રીતરિવાજ મુજબ નવી નવી વિધો અને ઉજવણીની નવી નવી રીતરસમોનો દોર શરુ થયો છે. જીવનના આ યાદગાર પ્રસંગને વધુ યાદગાર બનાવવામાં હાલની ટેકનોલોજી પણ એટલી જ સાથ આપી રહી છે કપલને, પ્રથમ આ પ્રસંગ રોલ વાળા કેમેરાથી કંડારવામાં આવતો, પછી આ પ્રસંગમાં ડીજીટલ કેમેરાનો રોલ આવ્યો, વર્ષો સુધી ડીજીટલ કેમેરાનું આધિપત્ય રહ્યા બાદ આ પ્રસંગમાં વિડીઓગ્રાફી રૂપું નવું પીછું ઉમેરાયું, આજે વિડીયોગ્રાફી વગર એક પણ પ્રસગ ઉજવાતો નથી એમ કહેવામાં જરાય અતિશયોક્તિ નથી, ખુસીના પ્રસગને કોણ કેમેરામાં કેદ કરવા કંજુસાઈ કરે ? બસ આ જ સવાલના જવાબ સામે લગ્નપ્રસંગમાં નવો આયામ શરુ થયો છે, એ છે વેડિંગ ફોટો શૂટ અને વિડીઓગ્રાફી.

છેલ્લા દસકાથી શરુ આ નવી વ્યવસ્થા હાલ પરંપરા બનવા જઈ રહી છે. લગ્ન પૃવે જ યુવાધન દ્વારા પરી-વેડિંગના નામે ફોટો અને વિડીઓ શૂટનો યુગ શરુ થયો છે. આ યુગમાં જામનગર કેમ પાછળ રહે ? આ વર્ષે મેઘરાજાએ અશીમ કૃપા કરી છે, જેને લઈને પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે. પ્રીવેડીંગ શુટિંગ માટે પ્રથમ જરૂરીઆત એવી પ્રકૃતિને સહારે હાલ જામનગર સહિત અનેક એવા સ્થળો છે જ્યાં તમને પરી-વેડિંગ શુટિંગ થતું જોવા મળશે જ.શિયાળાના ફૂલ ગુલાબી ઠંડી વચ્ચે હાલ જામનગરનું લાખોટા યુવા હૈયાઓ માટે પરી-વેડિંગ શુટિંગ અને ફોટોગ્રાફી માટે સ્પેશિયલ ડેસ્ટીનેશન બની ગયું છે. સવાર સવારમાં બે ત્રણ યુગલો અને તેની સાથેનું યુવક-યુવતીઓનું વૃંદ શુટિંગની ટીમ સાથે અવનવા વસ્ત્રોમાં સજ્જ થઇ જન્મો જનમ એકબીજાના થવાના ભાવ સાથે પોતાના લગ્ન પ્રસંગ પૂર્વેના નેચરલી હાવભાવ અને પ્રેમાલાપને કેમેરામાં કંડારતા અચૂક જોવા મળે છે. પ્રિ-વેડિંગ શુટિંગ વ્યવસ્થા માટે અનેક સ્ટુડીઓ ધારકો નવી નવી સ્કીમ પણ લઇ આવે છે. જેમાં કપડા અને કોસ્ચ્યુમથી માંડી અલગ અલગ લોકેશનને અનુરૂપ એસેસરી પણ પ્રોવાઈડ કરે છે. હાલ જામનગરમાં રણમલ તળાવ ઉપરાંત રણજીત સાગર,સસોઈ ડેમ સાઈટ અને ગોપ ડુંગર તેમજ ઘુમલી પરફેક્ટ ડેસ્ટીનેશન બન્યું છે. બીજી તરફ એક જ સોંગની પ્રિ-વેડિંગ શુટિંગ માટે યુવાધન વીસ હજારથી માંડી અડધા લાખનો ખર્ચ કરવા પણ અચકાતા નથી. હજુ પ્રાથમિક અવસ્થામાં રહેલ લગ્નપ્રસંગનું આ નવું આયામ હવે ગામડાઓ સુધી પણ પહોચી ગયું છે. જો કે હાલ આ નવું આયામ પૈસાદાર પરિવાર સુધી જ સીમિત નહી રહેતા મિડલ વર્ગ માટે પણ આકર્ષણરૂપ બની ગયું છે.


Loading...
Advertisement