જામનગરમાં ડેન્ગ્યુના દર્દીઓની સંખ્યામાં ઘટાડો: નવા 33 પોઝીટીવ કેસ નોંધાયા

19 November 2019 04:06 PM
Jamnagar Saurashtra
  • જામનગરમાં ડેન્ગ્યુના દર્દીઓની સંખ્યામાં ઘટાડો: નવા 33 પોઝીટીવ કેસ નોંધાયા

ઠંડીનું પ્રમાણ વધતા દર્દીઓમાં ઘટાડો થયો: ઠંડી-ગરમીના મિશ્ર વતાવરણ વચ્ચે તાવ, વાઈરલ બીમારીઓના વધ્યા દર્દી

જામનગર.તા.19
જામનગરમાં હવે ડેન્ગ્યુનો રોગચાળો ધીમે-ધીમે ઘટવા લાગ્યો છે. ડેન્ગ્યુના નવા પોઝીટીવ દર્દીઓની સંખ્યામાં ઘટાડો થતા આરોગ્ય વિભાગ અને તબીબોએ પણ રાહતનો શ્વાસ લીધો છે. ગઈકાલે શહેરની સરકારી હોસ્પીટલમાં ડેન્ગ્યુના નવા 33 પોઝીટીવ કેસ નોંધાયા હતા. જયારે 25 દર્દીને રજા આપવામાં આવી હતી.
જામનગરમાં શિયાળાના આગમન સાથે ડેન્ગ્યુના દર્દીઓમાં ઘટાડો નોંધાયો છે. શહેરની સરકારી હોસ્પીટલમાં હવે ડેન્ગ્યુના દર્દીઓ ઘટવા લાગ્યા છે. દર્દીઓની સંખ્યામાં ઘટાડો થતા તંત્રે રાહતનો શ્વાસ લીધો છે. જો કે, ઠંડી-ગરમીના મિશ્ર વાતાવરણ વચ્ચે સામાન્ય તાવ અને વાઈરલ ઇન્ફેકશનના દર્દીઓ વધ્ય છે. ગઈકાલે જામનગરની સરકારી જી.જી. હોસ્પીટલમાં તાવની સારવાર લેવા આવેલા દર્દીઓમાંથી કેટલાક દર્દીઓને ડેન્ગ્યુના લક્ષણો જણાતા તેમના લોહીના નમુના લઈને લેબોરેટરીમાં પરિક્ષણ માટે મોકલવામાં આવ્યા હતા. જેમાં 33 દર્દીના ડેન્ગ્યુના રીપોર્ટ પોઝીટીવ આવ્યા હતા.
ડેન્ગ્યુના નવા દર્દીઓ ઉપરાંત 25 દર્દીની તબિયતમાં સુધારો થતા તબીબો દ્વારા તેમને રજા આપવામાં આવી હતી. હાલ શિયાળાની શરૂઆત થઇ ગઈ છે ત્યારે ડેન્ગ્યુનો રોગચાળો હવે ધીમે-ધીમે નિયંત્રણમાં આવી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. ત્યારે ડેન્ગ્યુનો રોગચાળો ઘટતા આરોગ્ય તંત્ર અને તબીબોએ રાહતનો શ્વાસ લીધો છે.
હાલ વહેલી સવારે અને મોડી રાત્રે ઠંડી અને બપોરના સમયે બફારો થતો હોય મિશ્ર વાતાવરણ અનુભવાઈ રહ્યું છે તેવામાં જામનગર શહેર અને ગામડાઓમાં તાવ તેમજ વાઈરલ ઇન્ફેકશનના દર્દીઓ વધ્યા છે. મિશ્ર વાતાવરણ દર્દીઓની સંખ્યામાં વધારો થતા સરકારી અને ખાનગી દવાખાનાઓની બહાર દર્દીની કતારો જોવા મળે છે. તાવ, શરદી, ઉધરસ સહિતની બીમારીઓના દર્દીઓની સંખ્યા વધી છે.


Loading...
Advertisement