સુરેન્દ્રનગરની કેનાલમાં મરેલા જાનવરો ફેંકાતા હોવાથી રોગચાળો ફેલાવાનો ભય

19 November 2019 03:46 PM
Surendaranagar
  • સુરેન્દ્રનગરની કેનાલમાં મરેલા જાનવરો ફેંકાતા હોવાથી રોગચાળો ફેલાવાનો ભય
  • સુરેન્દ્રનગરની કેનાલમાં મરેલા જાનવરો ફેંકાતા હોવાથી રોગચાળો ફેલાવાનો ભય

સત્વરે પાલીકા તંત્ર દ્વારા મૃતદેહો બહાર કાઢવામાં આવે તેવી માંગ

(ફારૂક ચૌહાણ) વઢવાણ, તા. 19
સુરેન્દ્રનગર જિલ્લા માં એક બાજુ રોગચાળો ફાટ્યો છે : ત્યારે જિલ્લા ની પીવા નું પાણી પૂરું પાડવા માં આવતી કેનાલ માં મૃત જાનવર ફેંકવા માં આવતા જિલ્લા ની જનતા ના આરોગ્ય પર અનેક સવાલો ઉભા થયા...
સુરેન્દ્રનગર જિલ્લા માં છેલ્લા અનેક સમય થી રોગચાળો ફાટી નિખ્યો છે.ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા માં ખાસ કરી રોગચાળા માં પાણી જન્ય રોગ ફેલાયો છે.ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા ની હોસ્પિટલ દર્દીઓ થી ઉભરયેલ છે.ત્યારે હાલ માં પણ સુરેન્દ્રનગર જિલ્લા માં રોગચાળા એ માઝા મૂકી છે...
સુરેન્દ્રનગર નગરપાલીકા ની ઘોર બેદરકારી સામે આવી છે.ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા માં પસાર થતી કેનાલો ગટર કરતા પણ ખરાબ બની છે.ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા ની મુખ્ય કેનાલ માંથી બોટાદ અને અન્ય અનેક ગામો ના પીવા ના પાણી તરીકે આ કેનાલ ના પાણી નો ઉપયોગ કરે છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં દુધરેજ કેનાલ માં છેલ્લાં 5 દિવસ થી મરેલું કૂતરું પડ્યું છે..તંત્ર કે કોઈ ને પરવાહ નથી...અને આખું સુરેન્દ્રનગર આ પાણી પીવે છે. હાલ પણ આ પાણી નું વિતરણ સુરેન્દ્રનગર જિલ્લા માં પણ આ પાણી નો પીવા માં ઉપયોગ કરવા માં આવે છે.
આ પાણી લોકો પીવે તો માદા ન પડે ? પણ તંત્ર ને તેની કોઈ પરવાહ નથી ત્યારે આ બાબતે તો જ લોકોને અને તંત્ર ને ધ્યાન પર આવશે નહિ તો 2 વર્ષ પહેલાં ડેમ ફિલ્ટર માં આખો ગધેડો ઓગળી ગયો હતો...અને સુરેન્દ્રનગર આંખે આખો ગધેડો પી ગયાં હતાં તેમ આ કૂતરું પી જશે.
હાલ પાંચ દિવસ થી મારેલું કૂતરૂ હજુ પણ નર્મદા ની કેનાલ માંથી તંત્ર દવારા બાર કાઢવા માં આવીયું નથી.અનેંલોકો ને આ મારેલ કૂતરા વાળું પાણી પીવડાવા માં આવી રહ્યું છે. આગામી સમય માં શુ તંત્ર દવારા આ કેનાલ માં ઠાલવતા મૃત પશુઓ ને આતકવા માં સફળ થશે કે આગામી સમય હજુ પણ સુરેન્દ્રનગર જનતા ને ગટર કરતા પણ ખરાબ પાણી પીવા નો વારો આવશે.


Loading...
Advertisement