સુરેન્દ્રનગરમાંથી મોબાઇલ ઉઠાવગીર પકડાયો

19 November 2019 03:45 PM
Surendaranagar
  • સુરેન્દ્રનગરમાંથી મોબાઇલ ઉઠાવગીર પકડાયો

ભાવનગર-બાંદ્રા ટ્રેઇનમાં મુસાફરોના ખિસ્સામાંથી સેરવી લીધેલા છ મોબાઇલ કબ્જે

(ફારૂક ચૌહાણ)
વઢવાણ, તા. 19
જોરાવરનગર અંડરબ્રીજ પાસેથી ચોરી કરેલ મોબાઇલો સાથે એક શખ્સને લોકલ ક્રાઇમ બ્રાન્ચ સુરેન્દ્રનગરને પકડી પાડયો હતો.
ભાવનગર-બાંદ્રા ટ્રેનમાં મુસાફરોના ખિસ્સામાંથી ચોરી કરેલ મોબાઇલ નંગ 6 કિ. 13,000ના મુદ્દાાલ સાથે રાણપુરનો કુખ્યાત ગુન્હેગાર ઝડપાયો હતો.
એલ.સી.બી. ટીમને બાતમી મેળવેલ કે એક ઇસમ પીળા-લીલા કલરના થેલામાં ચોરી કરેલ મોબાઇલ વેચવા માટે જોરાવરનગર-રતનપર અંડરબ્રીજ પાસે નીકળનાર છે. જેથી સદર જગ્યાએ મજકુર ઇસમની વોચ તપાસ કરતા બાતમી હકીકતવાળો ઇસમવાળી આવતા તેનુંં નામઠામ પુછતા પોતે પોતાનું નામ ઇમરાનભાઇ ઉર્ફે બાન્દ્રા વાહિદભાઇ ચૌહાણ (ખલીફા) જાતે. મુ.મા. ઉ.વ.36 ધંધો મજુરી રહે. રાણપુર ઠે. દેસાઇ વોરાના ચોરા પાસે નુરાની મસ્જીદ પાસે તા. રાણપુર જી. બોટાદવાળો હોવાનું જણાવે છે. મજકુર ઇસમ પાસેના થેલામાં જોતા (1) કાર્બન કંપનીનો કાળા કલરનો (કેર બુમ બોકસ) મોબાઇલ ફોન કિ. રૂા. પ00 (ર) એક ગ્રે કલરનો સેમસંગ કંપનીનો જીટી-ઇ1ર00વાયનો મોબાઇલ ફોન કિ. રૂા.પ00 (3) જીયો કંપનીનો એલવાયએફ કાળા કલરનો મોબાઇલ ફોન કિ. રૂા. પ00 (4) એક સેમસંગ કંપનીનો કાળા કલરનો એન્ડ્રોઇડ મોબાઇલ ફોન કિં. રૂા. 1પ00 (પ) એક બ્લુ કલરનો ઓપો એન્ડ્રોઇડ મોબાઇલ ફોન આઇએઇઆઇ (1) 688278040506391 (ર) 866278040506386 વાળો કિ. પ000 (6) એક કાળા કલરનો ઓપો કંપનીનો એન્ડ્રોઇડ મોબાઇલ ફોન આઇએમઇઆઇ (1) 864334042405777 (ર) 864334042405769 કિ. રૂા. પ000/- એમ મોબાઇલ ફોન-6 કિ. 13,0000ના મળી આવતા જે બાબતે મજકુર ઇસમની પુછપરછ કરતા ભાવનગર-બાન્દ્રા ટ્રેનમાં અલગ અલગ મુસાફરોના મોબાઇલ ચોરી કરી મેળવેલ હોવાની કબુલાત આપતા, મજકુર ઇસમને મોબાઇલ સાથે સી.આર.પી.સી. કલમ-41(1) ડી, 10ર મુજબ કબ્જે કરી મજકુરને અટક કરી આગળની કાર્યવાહી અર્થે જોરાવરનગર પોલીસ સ્ટેશન સોંપી આપેલ છે.


Loading...
Advertisement