ઝાલાવાડમાંથી પસાર થતી માળીયા શાખા નહેરને પ્રતિબંધીત વિસ્તાર કરાયો જાહેર

19 November 2019 03:23 PM
Amreli
  • ઝાલાવાડમાંથી પસાર થતી માળીયા શાખા નહેરને પ્રતિબંધીત વિસ્તાર કરાયો જાહેર

કેનાલમાંથી મશીનો, સબમર્શીબલ પંપ વડે બકનળી, પાઇપલાઇન નાંખી પાણી ખેંચવા પર પ્રતિબંધ મુકતા અધિક કલેકટર

ફારૂક ચૌહાણ) વઢવાણ તા.19
સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થતી માળીયા શાખા નહેર મારફતે સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારને પીવાનું પાણી પહોંચાડવામાં આવે છે. માળીયા શાખા નહેર સા.119.17 કી.મી. લંબાઈ ધરાવતી નહેર છે. આ નહેર દ્વારા સૌરાષ્ટ્ર તથા કચ્છ વિસ્તારને પીવાનું પાણી પહોંચાડવા તથા પાણીના વહન દરમ્યાન ઘણી જગ્યાએથી ખેડુતો/કેટલાક ઈસમો દ્વારા અનઅધિકૃત રીતે મશીનો /બકનળી /સબમર્શીબલ પંપ દ્વારા પાણીનો ઉપાડ/ઉપયોગ કરવામાં આવતો હોવાના કારણે પીવાના પાણીનો પર્યાપ્ત જથ્થો નહેરના છેવાડાના વિસ્તારમાં આવેલ ખિરઈ પમ્પીંગ સ્ટેશન ઉપર પહોંચી શકતો નથી. આ સંજોગોમાં નિગમના સ્ટાફ દ્વારા તેમજ સ્થાનિક પોલીસની સહાય/મદદ દ્વારા મોનીટરીંગ અને કોમ્બીંગની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે
ત્યારે પરિસ્થિતિ ક્ષણિક સુધરતી જણાય છે. પરંતુ કાયમી ધોરણે પાણીની અનઅધિકૃત રીતે થતી ચોરી અટકાવી શકાતી નથી. હાલમાં માળીયા શાખા નહેરમાં સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારને પીવાનું પાણી પુરૂ પાડવા માટે પાણી વહેવડાવવામાં આવી રહયું હોઈ, તેમજ ગત વર્ષના નબળા ચોમાસાને કારણે પીવાના પાણીની તંગી હોઈ ખેડુતો/અન્ય ઈસમો દ્વારા પાણીના અનઅધિકૃત ઉપાડ/ઉપયોગ સામેની કાયદાકીય અગત્યતા તેમજ સદરહુ વિસ્તારમાં પીવાનું પાણી પહોંચાડવાની અગત્યતા ધ્યાને રાખી સુરેન્દ્રનગર જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રીએ એક જાહેરનામા દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાની હદમાં આવતામાળીયા શાખા નહેર વિસ્તારને પ્રતિબંધિત વિસ્તાર જાહેર કર્યો છે.
આ જાહેરનામામાં વધુમાં જણાવ્યા પ્રમાણે સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થતી નર્મદા માળીયા શાખા નહેરમાંથી વહન થતા પાણીનો અનઅધિકૃત ઉપાડ/ઉપયોગ થતો અટકાવી શકાય તેમજ પીવાના પાણી વ્યવસ્થામાં ભાંગફોડ ઉભી કરી પાણીની વિતરણ વ્યવસ્થા ઉપર વિપરીત અસર પહોંચે તેવા કૃત્યો થતા અટકાવી શકાય તે માટે તથા કાયદો અને વ્યવસ્થાની પરીસ્થિતિ જળવાઈ રહે તે માટે સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના ખમીસણા, ચમારજ, કટુડા, ધ્રાંગધ્રા તાલુકાના પ્રથૃગઢ, દેવચરાડી, રાજસીતાપુર, નવલગઢ, ધોળી, જસાપર, બાવળી, કોંઢ, ગાંજણવાવ અનેખાંભડા તેમજ મુળી તાલુકાના કરશનગઢ અને આંબરડી ગામોમાંથી પસાર થતી નર્મદા માળીયા શાખા નહેર વિસ્તારને પ્રતિબંધિત વિસ્તાર તરીકે જાહેર કરવામાં આવે છે.
આ જાહેરનામા અન્વયે પ્રતિબંધિત વિસ્તારમાં ફરજ પરના નર્મદા વિભાગના અધિકારી/ કર્મચારી/પોલીસ અધિકાર/પોલીસ કર્મચારી સિવાય અન્ય કોઈ વ્યકિત પ્રવેશી શકશે નહીં. અને અનઅધિકૃત રીતે પાણી ખેંચવા માટેના મશીનો મુકી/બકનળી/સબમર્શીબલપંપ/ પાઈપ લાઈન/અન્ડર ગ્રાઉન્ડ પાઈપ લાઈન થી કે અન્ય કોઈપણ રીતે પાણી ખેંચી/લઈ શકશે નહીં તેમજ પાણીની વિતરણ વ્યવસ્થા ખોરવાઈ જાય તેવું કૃત્ય કરી શકશે નહીં.


Loading...
Advertisement