મોરબીમાં આર્થિક સંકડામણથી સિરામિક રો-મટીરીયલના ધંધાર્થીએ ગળેફાંસો ખાઇ કર્યો આપઘાત

19 November 2019 03:15 PM
Morbi
  • મોરબીમાં આર્થિક સંકડામણથી સિરામિક રો-મટીરીયલના ધંધાર્થીએ ગળેફાંસો ખાઇ કર્યો આપઘાત

અકસ્માતમાં ઘવાયેલા આધેડનું સારવાર દરમિયાન મોત : વાવડી ગામનો બનાવ

(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.19
મોરબીમાં રહીને સિરામિકનો ધંધો કરતા યુવાને હાલ છેલ્લા બે મહિનાથી કામ ધંધો બરાબર ચાલતો ન હોય આર્થિક સંકડામણથી કંટાળીને આજે તેના ઘેર ફલેટમાં ગળેફાંસો ખાઇ લેતાં તેનું મોત નીપજ્યું હતું. મોરબીના રવાપર ગામે આવેલ બોની પાર્ક વિસ્તારમાં જાનકી એપાર્ટમેન્ટ મહેતા બીપીન ભાઈ પટેલ નામના 30 વર્ષના યુવાને ગળેફાંસો ખાઇ લેતાં તેનું મોત નીપજયું હતું બનાવ સંદર્ભે રવાપર ગામના સરપંચ સંજયભાઈ અમારા એ મોરબી સીટી એ ડીવીઝન પોલીસને જાણ કરતા પોલીસ મથકના એ.એસ.આઇ પીએમ ગોહિલે જઈને તપાસ શરૂ કરી હતી જેમાં તપાસમાં ખૂલ્યું હતું કે મૃતક બીપીન પટેલ મૂળ બગથળા ગામ નો છે અને હાલ તે મોરબીના રવાપર ગામે રહેતો હતો અને આ એક વર્ષથી મોરબીમાં રહીને રો મટિરિયલનો ધંધો કરતો હતો પરંતુ છેલ્લા બે-ત્રણ મહિનાથી ધંધો બરાબર ચાલતો ન હોય આર્થિક સંકડામણથી કંટાળીને બિપીન પટેલે ગળેફાંસો ખાઈ લીધો હોય તેનું મોત નીપજેલ છે.લોકો પાસેથી મળતી વિગતો મુજબ મૃતક બીપીન હરખજીભાઈ સાણંદીયા પટેલ બગથળા ગામમો રહેવાસી છે અને છેલ્લા ઘણા સમયથી મોરબીમાં રહીને સિરામિકમાં કામ ધંધો કરતો હતો પરંતુ છેલ્લા બે માસથી કામ ધંધો બરાબર ચાલતો ન હોય આર્થિક સંકડામણને કારણે તેણે અંતિમ પગલું ભરી લીધું હતું.
આધેડ મોત
મોરબી નાની વાવડી ગામના દિલીપભાઈ મેઘજીભાઈ કેસુરિયા (ઉમર 50) નામના આધેડનો મોરબીની ત્રાજપર ચોકડી પાસે વાહન અકસ્માત થયો હતો જે બનાવમાં ઇજાઓ થવાથી તેઓને વધુ સારવાર માટે અમદાવાદ લઈ જવાયા હતા જ્યાં સારવાર દરમિયાન દિલીપભાઈ મેઘજીભાઇનું મોત નિપજયુ હોવાનું જાણવા મળેલ છે.બનાવ મોરબી સીટી બી ડીવીઝન પોલીસ મથકની હદમાં બન્યો હોય બી ડિવિઝન પીએસઆઈ કે.એચ.રાવલે આગળની તપાસ શરૂ કરી છે.


Loading...
Advertisement