મોરબી સગીરાના અપહરણ-બળાત્કાર ગુનામાં આરોપી ઝડપાયો

19 November 2019 03:13 PM
Morbi
  • મોરબી સગીરાના અપહરણ-બળાત્કાર ગુનામાં આરોપી ઝડપાયો

લાતી પ્લોટના યુવાનના પાસા તળે અટકાયત : અણીયારી પાસે અકસ્માતમાં રાજકોટનો યુવાન ઘવાયો

(જીગ્નેશ ભટ્ટ દ્વારા) મોરબી તા.19
મોરબી સીપીઆઈ દ્વારા મોરબી તાલુકા વિસ્તારની હદમાંથી થયેલ સગીરાના અપહરણ બનાવમાં યુપીના શખ્સની અટરાયત કરવામાં આવેલ છે.
મૂળ મધ્યપ્રદેશનો આદિવાસી પરિવાર હાલ મોરબી મકનસર પાસે સિરામિક યુનિટમાં રહીને કામ કરતો હતો જે દરમિયાન પરિવારની સગીરવયની દીકરીને લલચાવી ફોસલાવી બદકામ કરવાના ઇરાદે દીપકકુમાર પપ્પુભાઈ જાટમ (ઉંમર 28) રહે.સિલ્વર પ્લસ સિરામિક ઘુંટુ રોડ મોરબી મૂળ ફિરોઝાબાદ ઉત્તરપ્રદેશ નામનો યુવાન અપહરણ કરી ગયો હતો જે અંગે મોરબી તાલુકા પોલીસમાં ફરીયાદ નોંધાતા સીપીઆઇ દ્રારા તપાસ શરૂ કરવામાં આવી હતી.પોલીસને બાતમી મળી હતી કે આરોપી દીપકકુમાર જાટમ ટ્રેનમાંથી ઉતરવાનો હોવાની વાત મળતા મોરબીના ઈન્ચાર્જ સીપીઆઈ આર.જે.ચૌધરી, રાયટર અનંતરાય પટેલ,અરવિંદસિંહ સહિતના સ્ટાફે જઇને દીપકકુમાર જાટમની અટકાયત કરી હતી. સગીરાનું મેડીકલ પરિક્ષણ દરમિયાન તેની સાથે સંભોગ કર્યો હોવાનું ફલિત થતા અપહરણ બાદ દીપકકુમાર વિરૂધ્ધ બળાત્કાર અને પોકસોની કલમો ઉમેરીને દિપકકુમાર જાટવની અપહરણ,બળાત્કાર અને પોકસોની કલમો હેઠળ અટકાયત કરવામાં આવેલ છે.
પાસા હેઠળ અટકાયત
મોરબીના લાતી પ્લોટ વિસ્તારમાં આવેલ જોન્સનગર શેરી નંબર 8 માં રહેતા એઝાઝ નુરમામદ જતી મિયાણા (ઉમર 21 નામના યુવાન વિરૂધ્ધ પાસા હેઠળ દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી જે દરખાસ્ત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મંજૂર કરાતા પોલીસ દ્વારા એઝાઝ મિંયાણાની અટકાયત કરીને તેને પાસા તળે અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપવામાં આવેલ છે. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ગંભીર મારામારીના એકથી વધુ ગુનાઓમાં સંડોવાયેલા એજાઝ વિરુદ્ધ પાસાની દરખાસ્ત કરાયેલ હતી જે મંજુર થતાં સીટી એ ડીવીઝન પોલીસે તેની અટકાયત કરીને હાલ અમદાવાદ જેલ ખાતે મોકલી આપેલ છે.
યુવાનને અકસ્માતમાં ઇજા
માળિયા-મિયાણાના ખાખરેચી ગામનો ગૌરાંગ મણિલાલ વ્યાસ (ઉમર 22) નામનો યુવાન મોટરસાઇકલ લઇને જઇ રહ્યો હતો ત્યારે અણીયારી અને જેતપરની વચ્ચે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં ગંભીર ઇજાઓ થવાથી ગૌરાંગ વ્યાસને અહિંની ક્રિષ્ના હોસ્પિટલે સારવારમાં લાવવામાં આવ્યો હતો જોકે તેને વધુ ગંભીર ઇજાઓ હોય અહીં પ્રાથમિક સારવાર અપાયા બાદ તેને વધુ સારવાર માટે રાજકોટ લઇ જવાયો હોવાનું મોરબી તાલુકા પોલીસે જણાવ્યું છે અને બીટ જમાદાર આર.બી.વ્યાસે આગળની તપાસ હાથ ધરી છે.


Loading...
Advertisement