મોરબીમાંથી ચોરાઉ બાઈક સાથે બે શખ્સ પકડાયા

19 November 2019 03:08 PM
Morbi
  • મોરબીમાંથી ચોરાઉ બાઈક સાથે બે શખ્સ પકડાયા

મોરબી શહેરના ખાખરેચી દરવાજા પાસેથી બાઇક લઇને યસ ગીરીશભાઈ વાઘેલા રહે, ગાયત્રીનગર અને વસંતભાઈ જેરામભાઈ વાઘેલા રહે નવલખી રોડ વાળા પસાર થઇ રહ્યા હતા ત્યારે તેને રોકીને એ ડિવિઝનના સ્ટાફ દ્વારા બાઇકના કાગળો વિશે પૂછપરછ કરી હતી ત્યારે તે બન્ને યુવાનો ગલ્લાતલ્લા કરવા લાગ્યા હતા માટે તેઓને સઘન પૂછપરછ કરતા અને ગુજરાત સરકારના ઇ-ગુગુજકોપ પોકેટએપ દ્વારા બાઈકના નંબર અને ચેસીસ નંબરનું સર્ચ કરવામાં આવતા આ બાઈક ચોરીમાં ગયેલ હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને બન્ને યુવાનોને પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવતાં થોડા સમય પહેલાં શંકર પાર્ટી પ્લોટ પાસેથી આ બાઇકનું તેઓએ સંકલ્પ પાર્ટીપ્લોટ પાસેથી ચોરી કર્યુ હોવાનું કબૂલ્યું હતું જેથી પોલીસે ચોરાઉ બાઇક સાથે બંને યુવાનોની ધરપકડ કરીને આગળની રાબેતા મુજબ કાર્યવાહી હાથધરી હતી આ કામગીરી એ-ડીવીઝનના પીઆઈ આર.જે.ચોધરીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ વી.ક.ગોંડલિયા તેમજ મણીભાઈ ગામેતી, કિશોરભાઈ મિયાત્રા, શક્તિસિંહ ઝાલા, ચકુભાઈ કળોતરા, નિર્મલસિંહ જાડેજા, જયપાલભાઈ લાવડીયા, રણજીતસિંહ ગઢવી, રવિરાજસિંહ ઝાલા, અજીતસિંહ પરમાર, ભાવેશભાઈ મિયાત્રા અને ભરતભાઈ ખાંભરા દ્વારા કરવામાં આવી હતી. (તસ્વીર: જીગ્નેશ ભટ્ટ)


Loading...
Advertisement