મોરબીમાં રાજવી પરીવારે 118 વર્ષ પહેલા આપેલ જમીન ઉપર આવેલ રણછોડરાય મંદિરનો પૂન: પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયા

19 November 2019 02:47 PM
Morbi Dharmik
  • મોરબીમાં રાજવી પરીવારે 118 વર્ષ પહેલા આપેલ જમીન ઉપર આવેલ રણછોડરાય મંદિરનો પૂન: પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયા
  • મોરબીમાં રાજવી પરીવારે 118 વર્ષ પહેલા આપેલ જમીન ઉપર આવેલ રણછોડરાય મંદિરનો પૂન: પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયા

મોરબીના રાજવી પરિવારે 118 વર્ષ અગાઉ નાની બજારમાં આવેલ જમીન પર જેતે સમયે બુઢ્ઢાબાવા રણછોડરાય મંદિર 1901 માં બનાવામાં આવ્યુ હતુ સો વર્ષથી વધુ જુના આ મંદિરનું પુન: નિર્માણ કરાયુ છે.જેતે સમયે મંદિરમાં પૂજા કરતા ગંગારામ દયારામ કુબાવતને મંદિર સોંપવામાં આવ્યું હતું. તેમજ તેમના હસ્તે બુઢ્ઢાબાવા રણછોડરાયની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરાયેલી હતી. ગંગારામ કુબાવતની ચોથી પેઢી હાલમાં આ મંદિરમાં પૂજા કરે છે.મંદિરને 118 વર્ષ જુનુ હોય મંદિરનું નવીનીકરણ કરીને મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરાયેલ હતું.પરીવારના સિધ્ધાર્થ અને મનીષા નિરંજનીએ સાતક બેસીને પુન: પ્રતિષ્ઠા વિધિ સંપન્ન કરાવી હતી.આ તકે નિવૃત જિલ્લા શિક્ષણ અધિકારી કનુભાઈ કુબાવત તથા પ્રવીણભાઈ કુબાવતે માર્ગદર્શન આપ્યુ હતુ ખુબ જ મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓએ હાજરી આપી હતી. (તસવીર : જીજ્ઞેશ ભટ્ટ)


Loading...
Advertisement