ભચાઉમાં વિદેશી દારૂ સાથે આરોપીને ઝડપી લેતી પોલીસ

19 November 2019 01:44 PM
kutch
  • ભચાઉમાં વિદેશી દારૂ સાથે આરોપીને ઝડપી લેતી પોલીસ

(ગની કુંભાર) ભચાઉ તા.19
પોલીસ મહાનિરીક્ષક સુભાષ ત્રિવેદી (બોર્ડર રેન્જ ભૂજ-કચ્છ) તથા પોલીસ અધિક્ષક પરિક્ષીતા રાઠોડ (પૂર્વ કચ્છ ગાંધીધામ) દ્વારા કચ્છ જિલ્લામાં પ્રોહીબીશનની બદી નેસ્તનાબૂદ કરવા આપેલા સૂચના અનુસંધાને તેમજ નાયબ પોલીસ અધિક્ષક કે.જી.ઝાલા (ભચાઉ વિભાગ)ના માર્ગદર્શન હેઠળ કે.જી.સિસોદીયા પોલીસ ઇન્સ્પેકટર તથા સાથેના સ્ટાફના માણસોએ બાતમી આધારે ભચાઉ નજીક વૃંદાવન હોટલ પાછળ બાવળોની ઝાડીમાં નીચે મુજબનો પ્રોહી મુદામાલ તથા આરોપીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. જેમાં પ્રતિપાલસિંહ નરવિરસિંહ જાડેજા (રહે.સીતારામપુરા ભચાઉ પકડાયો છે અન્ય બે આરોપીઓ બાબુ નારણ બારૂપાર (રહે.ભચાઉ), દેવેન્દ્રસિંહ ઉર્ફે દેવીન ઝાલા (રહે.ભચા.)ને પકડવાના બાકી છે. આ કામગીરી પોલીસ ઇન્સ. કે.જી.સિસોદીયા તથા એએસઆઇ હરપાલસિંહ જાડેજા તથા પો.હેડ કોન્સ. સરતાનભાઇ પટેલ તથા રમેશભાઇ ડાંગર તથા પો.કોન્સ. અશોકજી ઠાકોર તથા હરિસિંહ રાઠોડ તથા હરપાલસિંહ જાડેજાનાઓએ સાથે રહી કરવામાં આવેલ હતી.


Loading...
Advertisement