બોટાદના ગૌરક્ષક સામતભાઇ જેબલીયાની બાતમીના આધારે કતલખાને જતા 17 ગૌવંશને ચલાલા પોલીસે બચાવ્યા

19 November 2019 01:10 PM
Botad
  • બોટાદના ગૌરક્ષક સામતભાઇ જેબલીયાની બાતમીના આધારે કતલખાને જતા 17 ગૌવંશને ચલાલા પોલીસે બચાવ્યા

બોટાદ તા.18
ગુજરાતભરમાંથી કતલખાને જતા ગૌવંશને બચાવવા મેદાને પડેલ અ.ભા.ગૌરક્ષક સમિતિના ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી અને રાજયના ઉપાઘ્યક્ષ તરીકેની બેવડી જવાબદારી સંભાળી જીવના જોખમે માનદ સેવા આપતા બોટાદના સામતભાઇ જેબલીયાએ અને તેમના નિમણુંક કરેલા પચાસ હજાર ગૌરક્ષકોની ટીમ દ્વારા કતલખાને જતા 20 હજાર ઉપરાંત કતલખાને જતા ગૌવંશને બચાવી રેકર્ડ બ્રેક કામગીરી કરી રહ્યા છે.
બોટાદના ગૌરક્ષક સામતભાઇ જેબલીયાને તેમના મોબાઇલ નંબર 98243 90133 ઉપર તેમના ગૌરક્ષક બાતમીદાર તરફથી રાત્રે 3 કલાકે ફોન આવેલ અને જણાવેલ કે એક ટ્રક નંબર એમ.એચ.18એએ 559પમાં ગૌવંશ ભરીને અમરેલી સાવરકુંડલા રોડ ઉપર જઇ રહ્યો છે.
સચોટ બાતમીના આધારે બોટાદના ગૌરક્ષક સામતભાઇ જેબલીયાએ તાબડતોબ તે વિસ્તારના ગૌરક્ષકો અને અમરેલી સાવરકુંડલા-ચલાલા પોલીસને જાણ કરેલ તેથી ચલાલા પીએસઆઇ પટેલ અને તેમની ટીમે સઅમરેલી સાવરકુંડલા ઉપર નવાચરખાની સીમમાં મોટા પીરની દરગાહ પાસેથી ટ્રકને પકડેલ પણ ટ્રક ચાલક અને સાથે રહેલ ઇસમ અંધારાનો લાભ લઇ નાસી છુટેલ.
ટ્રકમાં તપાસ કરતા ઘાસ પાણીની સુવિધા વગર 17 ગૌવંશને ક્રુરતાપૂર્વક ભરેલા નજરે પડતા આ 17 ગૌવંશની કિંમત 68000 અને ટ્રકની કિંમત રૂા.5,00,000 મળી કુલ રૂા.5,68,000નો મુદામાલ જપ્ત કરી બચાવેલ અને 17 ગૌવંશને પાંજરાપોળ ગૌશાળામાં સુરક્ષીત મુકી આવેલ ટ્રકમાંથી નાસી છુટેલ બંને ઇ સમોને પકડવા ચલાલા પોલીસે ચક્રોગતિમાન કર્યા છે.


Loading...
Advertisement