પ્લાસ્ટિક વેસ્ટના નિકાલ માટે ધોરાજી દેશમાં મોડેલ બનશે!

19 November 2019 12:47 PM
Dhoraji
  • પ્લાસ્ટિક વેસ્ટના નિકાલ માટે ધોરાજી દેશમાં મોડેલ બનશે!
  • પ્લાસ્ટિક વેસ્ટના નિકાલ માટે ધોરાજી દેશમાં મોડેલ બનશે!
  • પ્લાસ્ટિક વેસ્ટના નિકાલ માટે ધોરાજી દેશમાં મોડેલ બનશે!

ધોરાજી પ્લાસ્ટિક એસો.ની મુલાકાત લેતી કેન્દ્ર સરકારની ખાસ ટીમ: કારખાનાઓમાં રીસાયકલની કામગીરી નિહાળી

(સાગર સોલંકી/ભોલાભાઈ સોલંકી) ધોરાજી તા.19
સમગ્ર વિશ્ર્વને પ્લાસ્ટિક વેસ્ટમાંથી બેસ્ટનો રાહ ધોરાજીએ આપેલ છે. ત્યારે કેન્દ્ર સરકારના અધિકારીઓની ટીમે ધોરાજી પ્લાસ્ટિક એસો.ની મુલાકાત લીધી હતી તેની સાથે કારખાનાઓમાં પ્લાસ્ટિક રીસાયકલની કામગીરી નિહાળી હતી.
પ્લાસ્ટિક વર્ષો સુધી નાશ પામતું નથી અને પ્રદુષણ મુદ્દે કાઈ કરવા ધોરાજીની મુલાકાત બાદ ધોરાજી પ્લાસ્ટિક મેન્યુ. વેલ્ફેર એસો. દ્વારા આ તકે સેમીનાર યોજયો હતો. જેમાં કેન્દ્રીય કમીટી અને અન્ય ઓર્ગેનાઈઝો દ્વારા એક વિશિષ્ટ પ્લાસ્ટિક રીપ્રોસેસ માટે અને જાત માહિતી માટે કેન્દ્રના આઈએએસ કાશીનાથ ઝા જોઈન્ટ સેક્રેટરી પ્રેટો કેમીકલ્સ તથા તેની ટીમે ધોરાજીની મુલાકાતે આવેલ હતી.
આખી દુનિયા જયારે પ્લાસ્ટિક વેસ્ટના નિકાલ માટે પ્રયાસો કરે છે ત્યારે આખા ભારતમાંથી ધોરાજી આવતા હજાર ટન પ્લાસ્ટિકની સપ્લાય અને તેની પ્રોસેસ તથા તેમાંથી બનતા માલસામાન અને સ્વરોજગારી અંગે રૂબરૂ માહિતી આ ટીમે મેળવેલ હતી. આ તકે પ્લાસ્ટીક એસો.ના પ્રમુખ દલસુખભાઈ વાગડીયા તથા અગ્રણીઓએ આ ઉદ્યોગ જે પ્રદુષણ મુકત બનાવા માટે કે વેસ્ટમાંથી બેસ્ટ બને એ માટે શું કરવું જોઈએ તે અંગે રજુઆતમાં સરકાર દ્વારા જીએસટી 0% તેમજ સોલાર પ્લાન્ટમાં સબસીડી અને વીજબીલમાં રાહત અને ધોરાજીને પ્લાસ્ટિક ઝોન માટે જગ્યાની ફાળવણી માટે રજુઆત કરેલ હતી.
આ તકે આ સેમીનારમાં ભારતભરમાંથી પ્લાસ્ટિક રીપ્રોસેસમાં ધોરાજીને મોડેલ તરીકે સ્વીકારી ભારતભરમાં રજુ કરવામાંઆવે અને સમગ્ર દેશમાં પ્લાસ્ટિકથી તથા પ્રદુષણથી કાયમી નિવારણ આવે અને પ્લાસ્ટિક રીપ્રોસેસના વધુ પ્રોજેકટોબને અને હજારો લોકોને રોજીરોટી મળે એ અંગે પણ ચર્ચાઓ કરાયેલ હતી.
હવે સમગ્ર દેશમાં ધોરાજીની પેટન વેસ્ટમાંથી બેસ્ટની અમલવારી થાય તેવા સંજોગો હવે દુર નથી. આ કાર્યક્રમમાં પ્લાસ્ટિક વેલફેર એસો.ના દલસુખભાઈ વાગડીયા, ગૌતમભાઈ વઘાસીયા અને જયસુખભાઈ ડોબરીયા, અંકીતભાઈ રાખોલીયા, કેતનભાઈ વૈશ્ર્નવ, ભાયાણી, સંજયભાઈ, બીપીનભાઈ રામોલીયા, કૌશીકભાઈ રામોલીયા રાજકોટના પૂર્વ ઉદ્યોગપતિ વિમલભાઈ વૈષ્ણવ અને એમઆરએઆઈના પ્રમુ સંજય મહેતા, મુર્નાલ સંઘવી, અતુલ કતુંગા પ્રમોદસીંહે તેમજ મુંબઈ સ્થિત ધોરાજીના સેવાભાવી ઈસાનભાઈ ગાડાવાલા જેઓ એમઆરએઆઈના હોદેદારોએ આ અંગે પોતાના મંતવ્ય આપેલ અને આ મટીરીયલ રીસાયકલીંગ એસો. ઓફ ઈન્ડિયા અને ઈન્ડીયન પ્લાસ્ટિક ઈન્સ્ટીટયુટના હોદેદારો પણ હાજર રહી ઉદ્યોગકારોને માર્ગદર્શન આપેલ અને અધિકારીઓના સન્માન કરેલ. કેન્દ્ર દ્વારા આગામી સમયમાં ધોરાજીને મોડેલ બનાવી સમગ્ર દેશમાં આવનારા સમયમાં પ્રદુષણથી મુકિત મેળવવા પ્લાસ્ટિક રીસાયકલનો અભ્યાસ બાદ સમગ્ર દેશમાં આ અમલવારી કરવાનો દિવસે હવે દુર નથી.


Loading...
Advertisement