ધોરાજીની સબરજીસ્ટ્રાર-કાર્યપાલક ઇજનેરની કચેરીનો માલસામાન જપ્ત : ખળભળાટ

19 November 2019 12:46 PM
Dhoraji
  • ધોરાજીની સબરજીસ્ટ્રાર-કાર્યપાલક ઇજનેરની કચેરીનો માલસામાન જપ્ત : ખળભળાટ
  • ધોરાજીની સબરજીસ્ટ્રાર-કાર્યપાલક ઇજનેરની કચેરીનો માલસામાન જપ્ત : ખળભળાટ
  • ધોરાજીની સબરજીસ્ટ્રાર-કાર્યપાલક ઇજનેરની કચેરીનો માલસામાન જપ્ત : ખળભળાટ

ભાદર-2 ડેમ માટે ખેડૂતોને જમીન સંપાદન બાદ યોગ્ય વળતર નહીં અપાતા : કોર્ટના આદેશના પગલે જપ્તીની કાર્યવાહી : ખેડૂતોને વર્ષો બાદ મળેલો ન્યાય

(સાગર સોલંકી/ભોલાભાઇ સોલંકી) ધોરાજી તા.19
ધોરાજી વિસ્તારના ખેડૂતોને જમીન સંપાદનના લેણા નહીં અપાતા કોર્ટના આદેશના પગલે ધોરાજીની સબ રજીસ્ટ્રાર કચેરી અને ભાદર-2ની નાયબ કાર્યપાલક ઇજનેરની કચેરીનો ફનિર્ચર કોમ્પ્યુટર સહિતનો માલ સામાનન જપ્ત કરાતા ખળભળાટ મચી જવા પામેલ છે. આ વિષયે વિસ્તારમાં ખાસ્સી ચર્ચા જગાવી છે.
આ અંગે મળતી વિગતો એવા પ્રકારની છે કે સરકાર દ્વારા ભાદર-2નો ડેમ બનાવવા માટે ધોરાજી તથા ધોરાજી તાલુકા ના ભૂખી તથા તરવડા ગામની જમીન સંપાદન કાયદા જોગવાઇ મુજબ જમીન સંપાદન અધિકારી રાજકોટ દ્વારા હજારો વિઘા જમીનો સંપાદન કરી મામુલી વળતર મીટરના રૂા.પ થી 8 અપાયેલ હતું. જેની સામે ખેડૂતોએ કાયદા મુજબ મળતું મહત્તમ વળતર આપવા માંગણીઓ કરેલ અને ખેડૂતોએ મીટરના રૂા.1000 સુધીની માંગણી કરેલ.
જે વળતર મળવાના કેસો 2003ની સાલમા તથા ત્યારબાદ સમયાનુસાર દાખલ કરવામાં આવેલ જેના ચૂકાદાઓ 2019માં ધોરાજી કોર્ટ દ્વારા જાન્યુઆરી માસની આસપાસ આપવામાં આવેલ હતા તથા ધોરાજી કોર્ટ દ્વારા કાયદા મુજબ ખેડૂતોપક્ષે તથા સરકાર પક્ષની દલીલો સાંભળી આપવામાં આવેલ જે કોર્ટના હુકમનું પાલન ન થતા ખેડૂતોએ કોર્ટના હુકમ મુજબની રકમ વસુલવા જુદા-જુદા કેસો દાખલ કરેલ. તેની નોટીસો બજી જવા છતાં સરકાર દ્વારા ખેડૂતોની કોર્ટના આદેશ મુજબની રકમ ભરેલ નહી.
ત્યારબાદ કોર્ટ દ્વારા સરકારને કાયદા મુજબ કોર્ટના હુકમનું પાલન કરવા સમય આપવામાં આવેલ તેમ છતાં રકમ નહીં ભરતા તા.21/9 રોજ કોર્ટ દ્વારા સરકાર દ્વારા કોર્ટના હુકમ મુજબની ખેડૂતોની લેણી રકમ ન ભરતા તા.8/11 સુધીનો સમય આપી સરકાર દ્વારા રકમ ન ભરાઇ તો વોરંટ કાઢવાના હુકમો કરેલ જે રકમ આજ દિન સુધી ભરાયેલ ન હોવાથી તથા ખેડૂતોએ કોર્ટના અધિકારી મારફત જપ્તીની કાર્યવાહી ચાલુ કરેલ છે. જેમાં સબ રજીસ્ટ્રાર કચેરી તેમજ નાયબ કાર્યપાલક ઇજનેર ભાદર-2ની ઓફિસનો માલ સામાન જપ્ત કરેલ છે. આ અંગે ખેડૂતોએ જણાવેલ હતું કે અમોની જમીન સરકાર કાયદા મુજબ અમોની ઇચ્છા હોય કે ન હોય સરકા જમીનો લઇ શકે છે. પરંતુ વ્યાજબી વળતર આપતી નથી અને પાણીના ભાવમાં જમીનો લઇ લેવામાં આવેલ છે.
પરંતુ જયારે કોર્ટે નક્કી કરેલ વળતર યુવાનો સમય આવે છે. ત્યારે સરકાર વળતર ચુકવતી નથી. શું સરકાર પાસે ખેડૂતોને કોર્ટના આદેશ મુજબનું વળતર ચુકવવાની રકમ નથી? તેટલી કંગાળ સરકાર છે. જો તમે હોઇ તો ખેડૂતોની જમીન શા માટે સંપાદન કરવામાં આવે છે.
આ બનાવમાં ખેડૂતોને વરસો બાદ ન્યાય મળેલ છે જે સમયગાળા દરમિયાન ઘણા ખેડૂતો મરણ પામેલ છે. ખેડૂતોની આજીવીકા છીનવાઇ ગયેલ છે. તેમના દિકરા દિકરીઓને ભણાવી શકેલ નથી. ખેડૂતોને વળતરના અભાવે ખૂબ સહન કરવું પડેલ છે. હવે ખેડૂતોની હક્કની રકમ કયારે મળે છે તે જોવાનું રહ્યું.


Loading...
Advertisement